Gold silver Rate: સોનું-ચાંદી બંને ઉછળ્યા, લેવાનું વિચારતા હોવ તો જાણી લો લેટેસ્ટ ભાવ
Gold silver Rate: સવારે બજાર ખુલ્યું ત્યારે 351 રૂપિયા ઉછળીને 62592 રૂપિયાના સ્તરે જોવા મળ્યું
બિઝનેસ ડેસ્ક, 01 માર્ચઃ Gold silver Rate: સોના અને ચાંદીમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ઘડીમાં ભાવ ચડી જાય તો ઘડીમાં ઉતરી જાય છે. આ બધા વચ્ચે જો લગ્નગાળને ધ્યાનમાં રાખીને તમારે પણ સોના અને ચાંદીના દાગીના ખરીદવા હોય કે રોકાણ માટે લગડી લેવાની હોય તો લેટેસ્ટ ભાવ ખાસ ચેક કરી લો.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની અધિકૃત વેબસાઈટ અનુસાર, 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે સવારે બજાર ખુલ્યું ત્યારે 351 રૂપિયા ઉછળીને 62592 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે. ગઈ કાલે સાંજે મામૂલી ઘટાડા સાથે 62242 પર સોનું બંધ થયું હતું. 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 321 રૂપિયા વધીને 57334 રૂપિયાના ભાવે છે.
ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી પ્રતિ કિલો 665 રૂપિયા ઉછળીને 69977 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે જોવા મળી છે. ચાંદી ગઈ કાલે 212 રૂપિયા તૂટીને 69312 રૂપિયાના સ્તરે બંધ થઈ હતી. જ્યારે આજે ભાવમાં વધારો નોંધાયો છે.

