Sidhu Moosewala

Sidhu Moose wala Murder:મુસેવાલાની હત્યા બાદ આરોપી શૂટરોએ ગુજરાતના મુંદ્રા પોર્ટ પર કરી હતી પાર્ટી- વાંચો શું છે મામલો?

Sidhu Moose wala Murder: પંજાબી ગાયક મૂસેવાલાની હત્યાકાંડમાં સામેલ 5 શાર્પશૂટરે ઘટનાને અંજામ આપી પાર્ટી કરી હતી

નવી દિલ્હી, 31 ઓગષ્ટઃ Sidhu Moose wala Murder: પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ ગામમાં શોકનો માહોલ હતો. ત્યારે તેના હત્યારાઓ મોતનો જશ્ન મનાવી રહ્યા હતા. સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ આરોપી શૂટરોએ ગુજરાતના મુદ્રામાં દરિયા કિનારે મોતનો જશ્ન મનાવ્યો હતો. આ દરમિયાન શૂટરોએ અહીં ફોટોશૂટ પણ કરાવ્યું હતું. હાલ શૂટરના ફોટો સેશનની એક તસવીર મળી છે, જેમાં આ વાતનો ખુલાસો થયો છે.

સિદ્ધુ મૂસેવાલાના હત્યારાઓએ હત્યા બાદ ગુજરાતમાં મુંદ્રા પોર્ટ પર પાર્ટી કરી હતી. તે પહેલાં કારમાં ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો હતો. એટલું જ નહીં, આરોપીઓએ લાંબો સમય રહેવા મુન્દ્રાના બારોઈ પાસેના ખારીમીઠી વિસ્તારમાં એક મકાન પણ ભાડે રાખ્યું હતું. કચ્છના મુન્દ્રા અને માંડવી તાલુકામાંથી હત્યારાઓ ઝડપાયા હતા. પંજાબી ગાયક મૂસેવાલાની હત્યાકાંડમાં સામેલ 5 શાર્પશૂટરે ઘટનાને અંજામ આપી પાર્ટી કરી હતી.

Sidhu Moose wala Murder:મુસેવાલાની હત્યા બાદ આરોપી શૂટરોએ ગુજરાતના મુંદ્રા પોર્ટ પર કરી હતી પાર્ટી

આ પણ વાંચોઃ The Gir: Pride of Gujarat: રિલાયન્સ દ્વારા નિર્મિત ‘ધ ગીર: પ્રાઇડ ઓફ ગુજરાત’નું ઇન્દ્રોડા સર્કલ પર અનાવરણ

આ તસવીર પરથી જાણવા મળ્યું છે કે સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ તમામ શૂટર્સ સીધા જ ગુજરાતના મુદ્રા પોર્ટ પર ગયા હતા, જ્યાં બધાએ મિશન પૂર્ણ થવાની ઉજવણી કરી હતી. એટલું જ નહીં આરોપીએ દરિયા કિનારે ફોટો સેશન પણ કરાવ્યું હતું. આ દરમિયાન પોલીસ દિલ્હી, પંજાબ, મહારાષ્ટ્ર, હરિયાણા અને રાજસ્થાનમાં તેમની શોધમાં સતત દરોડા પાડી રહી હતી.

તમને જણાવી દઈએ કે આ ફોટોમાં અંકિત, દીપક મુંડી (ફરાર), સચિન, પ્રિયવ્રતા ફૌજી, કપિલ પંડિત અને કશિશ ઉર્ફે કુલદીપ લાલ ચેક શર્ટમાં હાજર છે. જેમાં કપિલ પંડિત અને સચિને શૂટરોને પંજાબમાંથી ભાગી જવા અને હત્યા બાદ છુપાઈ જવા મદદ કરી હતી.

તાજેતરમાં જ માણસા પોલીસે મૂસેવાલા હત્યા કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં 20થી વધુ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે સિદ્ધુ મુસેવાલા હત્યા કેસના માસ્ટરમાઈન્ડ સચિન બિશ્નોઈની અઝરબૈજાનમાં ધરપકડ કરવામાં આવી છે, જેને પંજાબ પોલીસ આગામી 15 દિવસમાં ભારત મોકલી શકે છે. તમને જણાવી દઈએ કે 29 મે 2022ની સાંજે પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની માનસા જિલ્લામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Inauguration of Coconut Development Board: કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરના હસ્તે આગામી તારીખ 2 સપ્ટેમ્બરના રોજ કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડ ઓફિસનું કરાશે ઉદઘાટન

Gujarati banner 01