PMJAY card

Ayushman Card: PMJAY-મા યોજનાને લગતી ફરિયાદ નિવારણ અને જરૂરી માહિતી હેલ્પલાઇન કાર્યરત

Ayushman Card: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલું “આયુષ્માન કાર્ડ” આપના અને આપના પરિવાર માટે ઉત્તમ- આરોગ્ય સેવાની ગેરંટી છે: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

  • Ayushman Card: PMJAY-મા યોજનાને લગતી ફરિયાદ નિવારણ અને જરૂરી માહિતી માટે “૦૭૯-૬૬૪૪-૦૧૦૪” હેલ્પલાઇન કાર્યરત
  • લોકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે આ હેલ્પલાઇન ૨૪ X ૭ કાર્યરત રહેશે
  • ફરિયાદની સફળ નોંધણી અને ફરિયાદની સ્થિતિને ટ્રેક કરવા માટે નોંધણી નંબરની જાણકારી આપતો SMS રજીસ્ટર્ડ કરેલ નંબર પર મોકલવામાં આવશે
google news png


ગાંધીનગર, 02 માર્ચ: Ayushman Card: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે PMJAY-મા યોજનાને લગતી ફરિયાદ નિવારણ અને જરૂરી માહિતી માટે “૦૭૯-૬૬૪૪-૦૧૦૪” હેલ્પલાઇન કાર્યરત કરાવતા જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલું “આયુષ્માન કાર્ડ” આપના અને આપના પરિવાર માટે ઉત્તમ- આરોગ્ય સેવાની ગેરંટી છે.

આયુષ્માન કાર્ડ અને તેના અંતર્ગત આપવામાં આવતી સેવાને લગતી કોઇપણ ફરિયાદ, સમસ્યા અને માહિતી માટે આ હેલ્પલાઇન નંબર કાર્યરત કરાવવામાં આવ્યો હોવાનું જણાવી આ નંબર ૨૪ X ૭ કાર્યરત રહેશે તેમ તેમણે ઉમેર્યું છે.

BJ ADVT

આ હેલ્પલાઇન સંદર્ભેની વધું વિગતો આપતા તેમણે જણાવ્યું હતુ કે, દર્દીની ફરિયાદ કોલ દ્વારા નોંધવામાં આવે છે. દર્દીને ફરિયાદની સફળ નોંધણી અને ફરિયાદની સ્થિતિને ટ્રેક કરવા માટે નોંધણી નંબરની જાણકારી આપતો SMS રજીસ્ટર્ડ કરેલ નંબર પર મોકલવામાં આવશે.

આ હેલ્પપલાઇન થી મળેલ ફરિયાદના નિવારણ માટે, જિલ્લા/કોર્પોરેશન નોડલ તરીકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) અને મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ, ઇન્સ્યોરન્સ કંપની, કાર્ડ એપ્રુવલ એજન્સીને SMS તથા ઇમેલમાં લિંક થકી ફરિયાદની વિગતો મોકલવામાં આવશે.

આ પણ વાંચો:- World Wildlife Day: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે આવતીકાલે સાસણગીર-જૂનાગઢની મુલાકાત લેશે

જરૂરી સ્ટેકહોલ્ડર/અધિકારી સાથે સંકલન કરી તેમને લિંકમાં જ ફરિયાદ નિરાકરણના જરૂરી ડૉક્યુમેન્ટ જોડાણ કરવાની વ્યવસ્થા તેમ જ ફરિયાદી માટે પણ ડૉક્યુમેન્ટ અથવા પુરાવા મોકલવાની સગવડ થકી ફરિયાદનું વેરિફિકેશન અને નિરાકરણ નિયત સમયમર્યાદામાં કરવામાં આવે છે. ત્યારબાદ હેલ્પલાઇનની ટીમ દ્વારા નિરાકરણની ખરાઈ ફરિયાદીને કોલ કરીને કરવામાં આવે છે અને પુર્તતા થયા બાદ જ ફરિયાદ બંધ કરવામાં આવે છે.

અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં ૨.૬૭ કરોડ થી વધુ આયુષ્માન કાર્ડ ધારકો છે. રાજ્ય સરકાર દ્વારા આયુષ્માન કાર્ડ અંતર્ગત રૂ. ૧૦ લાખની કેશલેસ સારવાર આપવામાં આવે છે.

View this post on Instagram

A post shared by onlinebuyer (@onlinebuyer.in)

હેલ્પ લાઇનમાં કઇ માહિતી/ સુવિધાઓ મળશે ?

  • 24* 7 ટોલ ફ્રી નંબર
  • યોજનાકીય માહિતી
  • કાર્ડ એનરોલમેન્ટ સેન્ટરની માહિતી
  • કાર્ડ બેલેન્સ
  • એમ્પેનલ હોસ્પિટલની માહિતી
  • વિવિધ બીમારી અંતર્ગત ઉપલબ્ધ સારવાર તેમ જ પેકેજની માહિતી
  • હોસ્પિટલમાં આરોગ્ય-મિત્ર તેમ જ જિલ્લા કક્ષાએ સંકલનની સુવિધા
  • ફરિયાદ નોધણી, ટ્રેકિંગ અને મોનીટરીંગ
  • ફરિયાદ યોગ્ય અધિકારી સુધી ઇ-મેલ અને SMS દ્વારા પહોચાડવા માટેની ટેક્નોલોજી સુવિધા
  • યોજના અંતર્ગત આપવામાં આવતી આરોગ્યસેવામાં ખામીઓ અંગેની ફરિયાદ અને પ્રતિસાદ
  • ફરિયાદોની વિગતોની ગુપ્તતા અધિકારી માટે જરૂરી ડૉક્યુમેન્ટ જોડાણ કરવાની વ્યવસ્થા તેમ જ ફરિયાદી માટે પણ ડૉક્યુમેન્ટ અથવા પુરાવા મોકલવાની સગવડ
  • ફોલોઅપ અને રિપોટિંગ મિકેનીઝમ
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *