BJP leader died in Bihar: બિહારમાં પોલીસનું લાઠીચાર્જ, ભાજપના એક નેતાની થઈ મોત…
BJP leader died in Bihar: લાઠીચાર્જમાં જહાનાબાગ નગરના બીજેપીના મહામંત્રી વિજય કુમાર સિંહનું મૃત્યુ થયું
પટના, 13 જુલાઈઃ BJP leader died in Bihar: બિહાર વિધાનસભામાં આજે બીજેપીના વિધાયકોએ ભારે હંગામો કર્યો હતો. ભાજપાએ નિતિશ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ પાસેથી રાજીનામાની માંગ કરી હતી. બિહાર વિધાનસભામાં હંગામા પછી પ્રોટેસ્ટ કરી રહેલી બીજેપીના નેતાઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો. જેમાં એક બીજેપી નેતાનું મૃત્યું થયું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, બીજેપી નેતાઓનું કહેવું છે કે, પટનાના ડાકબંગલા ચોક પર પોલીસે બળપ્રયોગ કર્યો હતો. જેમાં જહાનાબાગ નગરના બીજેપીના મહામંત્રી વિજય કુમાર સિંહનું મૃત્યુ થયું હતું. જ્યારે કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી પછી ભાજપાએ નિતિશ સરકાર પર નિશાનો સાધ્યો છે.
આ પણ વાંચો… UN Report On Poverty: ભારતમાં ગરીબી અંગે UNનો ચોંકાવનારો રિપોર્ટ, વાંચો વિગતે…