Poor People

UN Report On Poverty: ભારતમાં ગરીબી અંગે UNનો ચોંકાવનારો રિપોર્ટ, વાંચો વિગતે…

UN Report On Poverty: ભારતમાં આ 15 વર્ષમાં 41.5 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા

નવી દિલ્હી, 13 જુલાઈઃ UN Report On Poverty: મોંઘવારી અને બેરોજગારીના તમામ આંકડાઓ વચ્ચે એક એવો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 2005થી 2021 વચ્ચે ભારતમાં લગભગ 41.5 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા હતા. ગ્લોબલ મલ્ટીડાઈમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સને ટાંકીને આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. તે જણાવે છે કે ભારતએ 25 દેશોમાં સામેલ છે. જેણે 15 વર્ષમાં તેમના MPI મૂલ્યોને સફળતાપૂર્વક અડધું કરી દીધું છે.

81 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો

જે ભારત જેવા ગરીબી સૂચકાંકમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા દેશોમાં ચીન, કંબોડિયા, કોંગો, હોન્ડુરાસ, ઇન્ડોનેશિયા, મોરોક્કો, સર્બિયા અને વિયેતનામ જેવા દેશોનો સમાવેશ થાય છે. યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) દ્વારા કહેવામાં આવ્યું હતું કે વર્ષ 2000 થી 2022 સુધી વિવિધ દેશોનું અલગ-અલગ રીતે વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જે બાદ આ રિપોર્ટ સામે આવ્યો છે.

આ સમગ્ર પ્રક્રિયામાં કુલ 81 દેશો સામેલ હતા. આમાં ઘણી બાબતો જોવા મળી હતી, જેમ કે લોકો તેમનું રોજિંદા જીવન કેવી રીતે જીવે છે, શિક્ષણ અને આરોગ્યની કેટલી પહોંચ છે, આવાસ, પીવાનું પાણી અને વીજળી જેવી સુવિધાઓનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ભારતનો ઉલ્લેખ કરતાં આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2005/2006માં જ્યાં 55% (લગભગ 64.45 કરોડ) લોકો ગરીબી રેખા નીચે હતા, ત્યાં વર્ષ 2019-2021 સુધીમાં આ સંખ્યા ઘટીને 16% (23 કરોડ) થઈ ગઈ છે. આ મુજબ ભારતમાં આ 15 વર્ષમાં 41.5 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. જેના કારણે ગરીબી સૂચકાંક MPI માં ભારતનું પ્રદર્શન સુધર્યું છે.

આ બાબતોમાં પણ સુધારો થયો છે

આ સિવાય યુએનના આ અહેવાલમાં કેટલાક વધુ આંકડાઓ પણ આપવામાં આવ્યા છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે પોષણથી વંચિત લોકો 2005-06માં 44% થી ઘટીને 2019/21માં 12% થઈ ગયો છે અને બાળ મૃત્યુદર 4% થી ઘટીને 1.5% થયો છે.

એવા લોકોની સંખ્યા કે જેઓ એટલા ગરીબ છે કે તેમની પાસે રસોઈ માટે લાકડાનો ઉપયોગ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી, તે 53% થી ઘટીને 14% થઈ ગયો છે. તે જ સમયે, સ્વચ્છતાથી વંચિત લોકોની સંખ્યા 50% થી ઘટીને 11.3% થઈ ગઈ છે. આ 15 વર્ષમાં પીવાના પાણીથી વંચિત લોકોની સંખ્યા પણ 16% થી ઘટીને 3% થઈ ગઈ છે.

આ પણ વાંચો… Farmer Earned 38 Lakhs From Tomatoes: ટામેટાથી ખેડૂતોને બમ્પર કમાણી, એક જ દિવસમાં કમાવ્યા અધધ આટલા લાખ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો