c295 aircraft

C-295 Aircraft: ભારતીય એરફોર્સને મળ્યુ ‘બાહુબલી’ C295, જાણો તેની ખાસિયતો…

C-295 Aircraft: પ્લેન 25 સપ્ટેમ્બરે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર લેન્ડ થઈ શકે છે

નવી દિલ્હી, 14 સપ્ટેમ્બરઃ C-295 Aircraft: ભારતની હવાઈ શક્તિ વધુ વધવા જઇ રહી છે. સ્પેનનું પહેલું C-295 લશ્કરી વિમાન ટૂંક સમયમાં ભારતમાં લેન્ડ થવા જઈ રહ્યું છે. અહેવાલ છે કે ભારતીય વાયુસેનાના વડા વિમાન લેવા માટે સ્પેન પહોંચી ગયા છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, ભારતે એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ સાથે 56 સી-295 એરક્રાફ્ટ માટે કરાર કર્યો હતો, જે એવરો-748 એરક્રાફ્ટનું સ્થાન લેશે.

ખાસ વાત એ છે કે, ભારતને સ્પેન પાસેથી 16 C-295 એરક્રાફ્ટ મળશે. જ્યારે બાકીના 40 એરક્રાફ્ટનું ઉત્પાદન ગુજરાતના વડોદરામાં કરવામાં આવશે. એવી શક્યતાઓ છે કે પ્લેન 25 સપ્ટેમ્બરે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર લેન્ડ થઈ શકે છે. ભારતે આ ડીલ 21 હજાર કરોડ રૂપિયામાં કરી હતી. કરાર હેઠળ 4 વર્ષમાં 16 એરક્રાફ્ટની ડિલિવરી થવાની છે.

અધિકારીઓએ માહિતી આપી છે કે મે 2024 સુધીમાં ભારતને બીજું C-295 એરક્રાફ્ટ મળશે. તે જ સમયે, ઓગસ્ટ 2025 સુધીમાં તમામ 16 એરક્રાફ્ટ ભારતીય વાયુસેનાને આપવામાં આવશે. અહીં, પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ, જેનું ભારતમાં ઉત્પાદન થવા જઈ રહ્યું છે, તે સપ્ટેમ્બર 2026 સુધીમાં અને અન્ય 39 વિમાન ઓગસ્ટ 2031 સુધીમાં પહોંચાડવાની અપેક્ષા છે.

ખાનગી કંપની દ્વારા ભારતમાં મિલિટરી એરક્રાફ્ટનું નિર્માણ

પીએમ મોદીએ ગયા વર્ષે 30 ઓક્ટોબરે કન્સ્ટ્રક્શન પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો. અહીં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ અને એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ S.A C-295 એરક્રાફ્ટનું ઉત્પાદન કરશે. રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર, ‘આ પોતાના પ્રકારનો પહેલો પ્રોજેક્ટ છે જેમાં ખાનગી કંપની દ્વારા ભારતમાં મિલિટરી એરક્રાફ્ટનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 21,935 કરોડ રૂપિયા છે. આ વિમાનનો ઉપયોગ નાગરિક હેતુઓ માટે પણ થઈ શકે છે.

વિમાનની વિશેષતાઓ

સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે 5-10 ટનની ક્ષમતા ધરાવતું આ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ઘણી પરિસ્થિતિઓમાં અલગ-અલગ મિશન કરી શકે છે. તેમાં 11 કલાક સુધી ઉડવાની સાથે સાથે ઓછી ઉંચાઈ પર ટેક ઓફ અને લેન્ડિંગની સુવિધા છે. ખાસ વાત એ છે કે તે રણથી લઈને દરિયાઈ વાતાવરણમાં નિયમિત રીતે દિવસ અને રાત્રિના લડાઈ કામગીરી કરી શકે છે.

C-295 9 પેલોડ અથવા 71 સૈનિકો અથવા 45 પેરાટ્રૂપર્સને લઈ જવા માટે સક્ષમ છે. ઉપરાંત, તે મહત્તમ 480 કિમી પ્રતિ કલાકની ઝડપે મિશન કરી શકે છે.

આ પણ વાંચો… A city of buildings: એક શહેર બિલ્ડિંગનું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો