Cabinet approves sugarcane price: મંત્રીમંડળે શેરડીની વાજબી અને વળતરદાયક કિંમતને મંજૂરી આપી
Cabinet approves sugarcane price: મંત્રીમંડળે વર્ષ 2025-26 માટે શેરડીનાં ખેડૂતોને ખાંડની મિલો દ્વારા ચુકવવામાં આવતી શેરડીની વાજબી અને વળતરદાયક કિંમતને મંજૂરી આપી
- શેરડીના ખેડૂતો માટે વાજબી અને વળતરદાયક કિંમત રૂ. 355/ક્વિન્ટલ મંજૂર કરવામાં આવી છે
- આ નિર્ણયથી 5 કરોડ શેરડીના ખેડૂતો અને તેમના આશ્રિતોને તેમજ ખાંડ મિલોમાં કામ કરતા 5 લાખ કામદારો અને સંબંધિત આનુષંગિક પ્રવૃત્તિઓને લાભ થશે

દિલ્હી, 30 એપ્રિલ: શેરડીના ખેડૂતો (ગન્ના કિસાન)ના હિતને ધ્યાનમાં રાખીને, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ખાંડની સીઝન 2025-26 (ઓક્ટોબર -સપ્ટેમ્બર) માટે શેરડીના વાજબી અને વળતરદાયક ભાવ (એફઆરપી)ને 10.25 ટકાના મૂળભૂત રિકવરી રેટ માટે રૂ. 355 / ક્વિન્ચલના દરે મંજૂરી આપી છે,
જે 10.25% થી વધુની રિકવરીમાં દરેક 0.1% ના વધારા માટે રૂ. 3.46 / ક્વિન્ચલ પ્રીમિયમ પ્રદાન કરે છે, જે 10.25% થી વધુની રિકવરીમાં દરેક 0.1% ના વધારા માટે પ્રીમિયમ પ્રદાન કરે છે અને રિકવરીમાં દર 0.1 ટકાના ઘટાડા માટે એફઆરપીમાં રૂ.3.46/ક્વિન્ચલનો ઘટાડો કરવામાં આવ્યો છે.
गन्ना किसानों को मोदी सरकार का उपहार!
आज केंद्रीय कैबिनेट ने वर्ष 2025-26 के लिए गन्ने का FRP ₹355 प्रति क्विंटल निर्धारित करने का निर्णय लिया है। इस निर्णय से लगभग 5 करोड़ गन्ना किसान और उनके परिवारों के साथ-साथ चीनी मिलों में कार्यरत लगभग 5 लाख श्रमिक भी लाभान्वित होंगे।…— Amit Shah (@AmitShah) April 30, 2025
જો કે શેરડીના ખેડૂતોના હિતોનું રક્ષણ કરવાના હેતુથી સરકારે એ પણ નિર્ણય કર્યો છે કે ખાંડની મિલોના કિસ્સામાં જ્યાં રિકવરી 9.5 ટકાથી ઓછી હોય તેવા કિસ્સામાં કોઈ કપાત કરવામાં આવશે નહીં. આવા ખેડૂતોને આગામી ખાંડની ઋતુ 2025-26માં શેરડી માટે 329.05 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળશે.

ખાંડની સિઝન 2025-26 માટે શેરડીનો ઉત્પાદન ખર્ચ (એ2 +એફએલ) રૂ.173/ક્યુટીએલ છે. 10.25 ટકાના રિકવરી રેટ પર રૂ.355/ક્યુટીએલની આ એફઆરપી ઉત્પાદન ખર્ચ કરતાં 105.2 ટકા વધારે છે. ખાંડની સીઝન 2025-26 માટે એફઆરપી વર્તમાન ખાંડની સીઝન 2024-25ની તુલનામાં 4.41 ટકા વધારે છે.
મંજૂર કરાયેલી એફઆરપી ખાંડની મિલો દ્વારા ખાંડની સિઝન 2025-26 (1 ઓક્ટોબર, 2025થી શરૂ કરીને) ખેડૂતો પાસેથી શેરડીની ખરીદી માટે લાગુ પડશે. ખાંડ ક્ષેત્ર એક મહત્વપૂર્ણ કૃષિ-આધારિત ક્ષેત્ર છે, જે આશરે 5 કરોડ શેરડીના ખેડૂતો અને તેમના આશ્રિતો અને ખાંડ મિલોમાં પ્રત્યક્ષ રીતે કાર્યરત આશરે 5 લાખ કામદારોની આજીવિકાને અસર કરે છે, આ ઉપરાંત ખેત મજૂરી અને પરિવહન સહિત વિવિધ આનુષંગિક પ્રવૃત્તિઓમાં કામ કરતા લોકો પણ છે.

કૃષિ ખર્ચ અને કિંમત પંચ (સીએસીપી)ની ભલામણોને આધારે તથા રાજ્ય સરકારો અને અન્ય હિતધારકો સાથે ચર્ચાવિચારણા કર્યા પછી એફઆરપી નક્કી કરવામાં આવી છે.
અગાઉની ખાંડની સિઝન 2023-24માં શેરડીના બાકી નીકળતા ₹ 1,11,782 કરોડમાંથી આશરે રૂ.28.04.2025 સુધી ખેડૂતોને શેરડીની બાકી નીકળતી રકમ 1,11,703 કરોડ ચૂકવવામાં આવી છે, આમ શેરડીના 99.92 ટકા લેણાંની ચૂકવણી કરવામાં આવી છે. ચાલુ ખાંડની સિઝન 2024-25માં શેરડીના બાકી લેણાંમાંથી રૂ.97,270 કરોડ ચૂકવવાપાત્ર શેરડીના બાકી લેણાંમાંથી આશરે રૂ.85,094 કરોડ શેરડીના બાકી લેણાંની ચુકવણી ખેડૂતોને કરવામાં આવીછે, જે 28.04.2025 સુધી ચૂકવવામાં આવી છે; આમ શેરડીના 87 ટકા લેણાંની ચૂકવણી કરવામાં આવી છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો