covid 19 martin sanchez Tzoe6VCvQYg unsplash

Corona 3rd wave: શું દેશમાં કોરોનાની ત્રીજી લહેરશરૂ થઈ ચૂકી છે? દેશના વૈજ્ઞાનિકે કર્યો આ ચિંતાજનક દાવો….

Corona 3rd wave: હૈદરાબાદ  વિશ્વવિધાલયના ઉપ કુલપતિ રહી ચૂકેલા એક ભૌતિકશાસ્ત્રીએ ત્રીજી લહેરને લઈને મોટી વાત કહી છે.

અમદાવાદ , ૧૩ જુલાઈ: Corona 3rd wave: ડોક્ટર વિપિન શ્રીવાસ્તવના કહ્યા અનુસાર ચાર જુલાઈની તારીખ આ વર્ષે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયા જેવી રહી, જ્યારે બીજી લહેર શરુ થઇ હતી.

આ રિપોર્ટ માટે તેમને દેશમાં છેલ્લા 463 દિવસોમાં સામે આવેલા કેસ અને મોતના આંકડાઓનું અધ્યયન કર્યું.  તેમણે એમ પણ કહ્યું કે ત્રીજી લહેરથી (Corona 3rd wave) બચવા માટે તંત્રએ વધુ સાવધાની રાખવી પડશે. અને લહેરની શરૂઆતમાં ખાસ ધ્યાન રાખવું પડશે. 

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

ઉલ્લેખનીય છે કે આ અહેવાલ એવા સમયે આવ્યો છે જ્યારે લોકો બેફામ બની રહ્યા છે. તેમજ સરકાર પણ સતત સાવધાની રાખવા કહી રહી છે.

આ પણ વાંચો…Mustrurd oil: શરીરના દરેક દુખાવામાં રાહત આપશે આ ઘરેલુ નુસ્ખા