rotari club jmc

Rotary Club Jamnagar: રોટરી કલબ જામનગર ના પ્રેસિડેન્ટ લલિતજોશી નો પદગ્રહણ સમારોહ યોજાયો

Rotary Club Jamnagar: રોટરી કલબ જામનગર વર્ષ ૨૦૨૧/૨૨ માટે નવા વરાયેલા નગર ના નાટ્ય કલાકારસંચાલક પ્રેસિડેન્ટ લલિત જોશી અને સેક્રેટરી હિતેશ ચંદરીયા સારજેન્ટ એટ આર્મ્સ શીતલ અતુલભાઈ પટેલ અને સમગ્ર ટીમ નો પદગ્રહણ સમારોહ

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૧૩ જુલાઈ
: Rotary Club Jamnagar: તાજેતર માં ૭૩વર્ષ પૂર્વે સ્થાપિત મેન્ટલી ચેલેંજ બાળકો ની શાળા કુત્રિમ હાથરોપણ ડ્રગ બેંક સીવણવર્ગ ફીઝીયોથેરાપી સેન્ટર જેવી વિવિધ વર્તમાન સેવાકીય પ્રવૃત્તિ કરતી પ્રબુધ નાગરિકો ની સંખ્યા ધરાવતી સંસ્થા રોટરી કલબ જામનગર વર્ષ ૨૦૨૧/૨૨ માટે નવા વરાયેલા નગર ના નાટ્ય કલાકારસંચાલક પ્રેસિડેન્ટ લલિત જોશી અને સેક્રેટરી હિતેશ ચંદરીયા સારજેન્ટ એટ આર્મ્સ શીતલ અતુલભાઈ પટેલ અને સમગ્ર ટીમ નો પદગ્રહણ સમારોહ જામનગર ચેમ્બેર્સ ઓફ કોમર્સ ધીરુભાઈ અંબાણી ભવન ખાતે ઇસ્ટોલેસ્સન ઓફીસર રોટરી પાસ્ટ ડીસ્ટ્રીક ગવર્નર દીપક અગ્રવાલ ના હસ્તે યોજાયો હતો

આ પણ વાંચો…Corona 3rd wave: શું દેશમાં કોરોનાની ત્રીજી લહેરશરૂ થઈ ચૂકી છે? દેશના વૈજ્ઞાનિકે કર્યો આ ચિંતાજનક દાવો….

Rotary Club Jamnagar: જામનગર જીલ્લા કલેકટર ડો સૌરભ પારધી અતિથિ વિશેષ ઉપસ્થિત રહી રોટરી ક્લબ જામનગર ની વિવધ સેવાકીય પ્રવૃત્તિ ને બિરદાવી હતી , પૂર્વ પ્રમુખ નીશીત શાહ તથા હેમાલી શાહ અને શીતલ સાવલા દ્વારા મહેમાનો નું શાબ્દિક તેમજ પુષ્પ ગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું

Whatsapp Join Banner Guj

લલિત દતાણી દ્વારા રોટરી ફોરવેટેસ્ટ અને ભક્તિ ગોકાણી દ્વ્રારા સ્તુતિ ગાન બાદ પૂર્વ સેક્રેટરી કમલેશ સાવલા દ્વારા વર્ષ ૨૦/૨૧ નો સેક્રેટરી રીપોર્ટ રજુ કરી રોટરી કલબ જામનગર ની પ્રવૃત્તિ થી ઉપસ્થિત લોકો ને અવગત કર્યા હતા ,પી ડી જી બીપીન વાધર અને ચેમ્બેર ઓફ કોમર્સે જામનગર ના પ્રમુખ બિપેન્દ્રસિહ જાડેજા ના ઉદબોધન અને રોટરી ક્લબ ના આસીસ્ટન્ટ ગવર્નર મીનાક્ષીબેન શાહ જીનલ ખીમસીયા ની ઉપસ્થિતિ માં સેક્રેટરી હિતેશ ચંદરીયા દ્વારા આભાર દર્શન સાથે ડો નયના પટેલ અને સી એ તૃપ્તિ રાઠોડ ના સફળ સંચાલન માં પૂર્ણ થયેલ સમારોહ ને સફળ બનાવા ભાવિન પટેલ નિહાર માલદે કૃણાલ શેઠે વિશેષ જહેમત ઉઠાવેલ હતી.