અખિલેશ યાદવ બાદ CM યોગી આદિત્યનાથ પણ આવ્યા કોરોના પોઝિટિવ(corona positive), ખુદ આપી જાણકારી
નવી દિલ્હી, 14 એપ્રિલઃ સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. તેવામાં સીએમ યોગીની ઓફિસના કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. હવે પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોરોના પોઝિટિવ(corona positive) આવ્યા છે. આ ઉપરાંત સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ પણ કોરોના પોઝિટિવ(corona positive) થયા છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે શરૂઆતના લક્ષણ જોવા મળતા મે કોવિડ તપાસ કરાવી અને મારો રિપોર્ટ પોઝિટિવ(corona positive) આવ્યો છે. હું સેલ્ફ આઈસોલેશનમાં છું અને ડોક્ટરોની સલાહનું સંપૂર્ણ પાલન કરી રહ્યો છું. તમામ કાર્ય વર્ચ્યુઅલી સંપાદિત કરી રહ્યો છું. તેમણે બીજી એક ટ્વીટમાં એમ પણ કહ્યું કે પ્રદેશની તમામ ગતિવિધિઓ સામાન્ય રીતે ચાલી રહી છે. જે પણ લોકો મારી સાથે સંપર્કમાં આવ્યા હોય તેઓ પોતાની તપાસ જરૂર કરાવી લે અને સાવધાની વર્તે.

પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ કોરોના પોઝિટિવ(corona positive) થયા છે. તેમણે મંગળવારે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. હાલમાં જ તેમણે ટ્વીટ કરીને રિપોર્ટ્સની જાણકારી આપી.
તેમણે ટ્વીટ કરીને કહ્યું કે હમણા જ મારો કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ(corona positive) આવ્યો છે. મે મારી જાતને બધાથી અલગ કરી લીધી છે અને ઘર પર જ સારવાર શરૂ થઈ છે. છેલ્લા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં જે પણ આવ્યા હોય તે બધાને વિનમ્ર આગ્રહ છે કે તેઓ પણ તપાસ કરાવી લે. તે બધાને થોડા દિવસ સુધી આઈસોલેશનમાં રહેવાની વિનંતી છે.
આ પણ વાંચો…..
