Exam student e1644493597400

ગુજરાત બોર્ડની મોટી જાહેરાત : હાલ નહિ લેવાય ધોરણ 10 ની મરજિયાત વિષયની પરીક્ષા(exam),પંરતુ બોર્ડની પરીક્ષાઓ કન્ફર્મ લેવાશે- વાંચો સંપૂર્ણ માહિતી

ગાંધીનગર, 14 એપ્રિલઃ કોરોનાના કારણે તમામ પરીક્ષા(exam)ઓ ઓનલાઈન લેવાનાર છે. પંરતુ બોર્ડની પરીક્ષાઓ કન્ફર્મ લેવાશે તેવુ સરકારે જાહેર કરી દીધું છે. બોર્ડની પરીક્ષાઓની તારીખ પણ આવી ગઈ છે. ત્યારે આ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. જે મુજબ, હાલ ધોરણ 10 બોર્ડની મરજિયાત વિષયની પરીક્ષાઓ નહિ લેવાય. કોરોનાની પરિસ્થિતિને કારણે શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ 10 ના મરજીયાત વિષયની પરીક્ષા હાલ શાળાઓ નહિ લેવાય. કોરોનાની પરીસ્થિતિને લઈને હાલ પરીક્ષા નહિ લેવાય તેવુ જણાવાયુ છે. સાથે જ બોર્ડ દ્વારા જાહેર કરાયુ કે, બોર્ડ પરીક્ષા (exam)પૂર્ણ થયા બાદ સ્કુલોએ આ મરજીયાત વિષયની પરીક્ષા લેવાની રહેશે. 

ADVT Dental Titanium

નોંધનીય છે કે, ધોરણ 10 બોર્ડની સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા તમામ આચાર્યોને SSC બોર્ડની પરીક્ષા (exam) સંદર્ભે પત્ર લખીને આ અંગે જાણ કરાઈ છે. SSC બોર્ડની મુખ્ય પરીક્ષાઓ પૂર્ણ થાય ત્યારબાદ 3 દિવસમાં શાળા કક્ષાએ સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષા લેવા આદેશ કરાય છે. આગામી મહિને 10 થી 25 મે દરમિયાન યોજાનાર છે. આવામાં અગાઉ શાળાના કક્ષાના વિષયની સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષાઓ (exam) 15 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન કરવાનું આયોજન હતું. ત્યારે હવે પ્રેક્ટિકલ પરીક્ષાઓની તારીખ બદલી દેવામાં આવી છે.

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, એક તરફ બોર્ડ દ્વારા તારીખો બદલવામાં આવી છે. ત્યાં બીજી તરફ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ નજીક આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતિત બન્યા છે. બોર્ડની પરીક્ષા(exam) આપવાની છે એવા કેટલાક વિદ્યાર્થીઓ મીડિયા સાથે વાતચીત કરી. ત્યારે વિદ્યાર્થીઓએ કહ્યું કે હાલની પરિસ્થિતિ જોતા સરકારે બોર્ડની પરીક્ષા(exam)ઓ મોકૂફ રાખવી જોઈએ. સરકારે કેટલાક નિર્ણયો વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક અને અગાઉથી જ જાણ કરવા જોઈએ. દર વખતે અંતિમ ઘડીએ નિર્ણય લેવાથી અમારી તૈયારીમાં તેની અસર પડે છે. આખું વર્ષ અમે ઓનલાઈન ભણ્યા છીએ, એવામાં છેલ્લી ઘડીએ નિર્ણય સરકાર લે એ યોગ્ય નથી.

આ પણ વાંચો….

રાજકોટમાં ટોસિલિઝુમેબ(tocilizumab injection) કૌભાંડના કાળાબજારી કિસ્સામાં ભાજપીના આ નેતાનું નામ આવ્યું સામે- વાંચો શું છે મામલો