corona vaccine theft: ચોરને પણ પરિસ્થિતિ પર આવી દયા, વેક્સીનની ચોરી કર્યા બાદ કહ્યું સોરી…વાંચો શું છે મામલો

નવી દિલ્હી, 23 એપ્રિલઃ ગત રાત્રે હરિયાણાની જીંદ સિવિલ હોસ્પિટલ ખાતે એક ચોરે લગભગ 12 વાગે કોરોના વેક્સીન(corona vaccine theft) ના ઘણા ડોઝ ચોરી લીધા હતા. પરંતુ ગુરૂવારે ચોર સિવિલ લાઇન પોલીસ મથક (Police Station) બહાર એક ચા વાળાને બધી દવા પરત કરી ગયો અને સાથે એક નોટ પણ લખીને છોડી દીધી. જેના પર લખ્યું હતું- ‘સોરી મને ખબર ન હતી કે આ કોરોનાની દવા છે.’ 

corona vaccine theft

જીંદ પોલીસના ડીએસપી જિતેંદ્ર ખટકડએ આ જાણકારી આપતાં જણાવ્યું કે ગત રાત્રે લગભગ 12 વાગે સિવિલ હોસ્પિટલથી કોરોનાના ઘણા ડોઝ ચોરી થઇ ગયા હતા. પરંતુ ગુરૂવારે લગભગ 12 વાગે ચોર સિવિલ લાઇન પોલીસ મથક બહાર ચની દુકાન પર બેઠેલા વડીલ પાસે પહોંચ્યો અને તેણે એક થોલી આપી અને કહ્યું કે પોલીસમથકના મુંશીનું ટિફિન છે. થેલો આપીને ચોર ત્યાંથી ફરાર થઇ ગયો. 

Whatsapp Join Banner Guj

વડીલે થેલો લઇને પોલીસ સ્ટેશન પહોંચ્યા, જ્યાં ત્યાં હાજર પોલીસકર્મીઓએ થેલો ખોલ્યો તો તેમાં કોવિશીલ્ડની 182 વાઇલ અને કોવેક્સીનની 440 ડોઝ હતી. સાથે હાથ વડે કોપી પેજ પર લખેલી એક નોટ પણ મળી. જેમાં લખ્યું હતું કે ‘સોરી મને ખબર ન હતી કે આ કોરોના વેક્સીન છે.’

ડીએસપી જિતેંદ્ર ખટકડએ કહ્યું કે બની શકે કે ચોરે રેમડેસિવિર ઇંજેક્શનના ચક્કરમાં કોરોના વેક્સીન ચોરી(corona vaccine theft) લીધી હોય. જોકે અત્યાર સુધી ચોરો વિશે કોઇ જાણકારી મળી નથી. પોલીસે આ અંગે અજાણ્યા લોકો વિરૂદ્ધ આઇપીસી કલમ 457 અને 380 હેઠળ કેસ દાખલ કર્યો છે. હવે પોલીસ કહી રહી છે કે ચોરની ઓળખ વિશે કેટલાક પુરાવા મળ્યા છે. 

ADVT Dental Titanium

પોલીસે (Police) પીપી સેંટરની સામે લાગેલા સીસીટીવી ફૂટેજ ખંગાળ્યા જેમાં બે યુવક બેગ લઇને જોવા મળ્યા. કેમેરાથી બચવા માટે પાર્કને ગ્રિલને કૂદીને પીપી સેંટરમાં ઘૂસ્યા હતા. સવારે ડીજીપીએ કહ્યું હતું કે કોઇ જાણકારે ઘટનાને અંજામ આપ્યો છે. હવે કોરોના વેક્સીન મળ્યા બાદ પણ પોલીસ ચોરોને પકડવા માટે જોર લગાવી રહી છે. 

આ પણ વાંચો….

ભારતમાં કોરોના(Corona Virus)ની ભયાનક પરિસ્થિતિ પર ચીને આપ્યું આ રિએક્શન, વાંચો શું કહ્યું વિદેશ મંત્રાલયે…