કેન્દ્રનો મોટો નિર્ણય: 1 મેથી 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને મળશે (covid-19 vaccine)રસી
નવી દિલ્હી, 19 એપ્રિલઃ દેશમાં કોરોના વાયરસના નવા કેસ સતત રેકોર્ડ બનાવી રહ્યાં છે. નવા કેસનો આંકડો 2 લાખનો પાર પહોંચી ગયો છે. તો મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમણને માત આપવા માટે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. દેશમાં અત્યાર સુધી 45 વર્ષથી ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી હતી. પહેલા 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રસીકરણ (covid-19 vaccine) અભિયાન શરૂ થયું હતું. હવે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે. દેશમાં 1 મેથી શરૂ થઈ રહેલા રસીકરણ(covid-19 vaccine) અભિયાનના ત્રીજા તબક્કામાં 18 વર્ષથી ઉંમરના તમામ લોકોને રસી મળશે. આ માટે અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી.

મહત્વનું છે કે દેશમાં પહેલા કોરોના વોરિયર્સ અને મેડિકલ સ્ટાફને રસી(covid-19 vaccine) આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દેશમાં 60 વર્ષથી ઉપરના અને 45 વર્ષથી મોટી ઉંમરના જે લોકોને કોઈ ગંભીર બીમારી છે તેના માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કેન્દ્ર સરકારે 45 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે રસીકરણની શરૂઆત કરી હતી. આ વચ્ચે અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ કેન્દ્ર સરકારને 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને પણ રસી આપવા માટે રજૂઆત કરી હતી. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તે અંગે મોટો નિર્ણય લીધો છે. દેશમાં 1 મેથી 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકો માટે રસીકરણ(covid-19 vaccine) અભિયાન શરૂ થઈ જશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે દેશમાં 92 દિવસમાં રસી(covid-19 vaccine)ના 12 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલયે કહ્યું કે કુલ 12,26,22,590 ડોઝ લગાવવામાં આવ્યા છે. લાભાર્થીઓમાં સ્વાસ્થ્ય ક્ષેત્રના 91,28,146 લોકો સામેલ છે જેને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 57,08,223 તે સ્વાસ્થ્ય કર્મી છે જેને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે, 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને કોરોના વાયરસ વેક્સિનને લઈને સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે તેને લઈને જલદી પ્રોટોકોલ વિશે જાણકારી આપવામાં આવશે. આ લોકોએ વેક્સિન(covid-19 vaccine) માટે પૈસા આપવા પડશે કે નહીં તે વિશે સરકાર જલદી જાણકારી આપશે.
આ પણ વાંચો….
દિલ્હીમાં બાદ હાઈકોર્ટના આદેશ પર આ રાજ્યના પાંચ શહેરોમાં સંપૂર્ણ લૉકડાઉન(complete lockdown)..!