new project 2021 04 03t151022031 1617442828 edited

મોબાઇલ જોવામાં મગ્ન નર્સે એકની એક જગ્યાએ બે વખત રસી ડોઝ(double dose vaccine) આપી દીધા, અધિકારીએ કહ્યું- કડક કાર્યવાહી થશે

double dose vaccine

મહિલાને એક જ વેક્સિનના 2 વાર ડોઝ(double dose vaccine) અપાતાં હાથમાં ભારે સોજો આવ્યો

નવી દિલ્હી, 03 એપ્રિલઃ કોરોનાનો કહેર સમગ્ર દેશમાં વરસી રહ્યો છે. તેવામાં લોકો કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરી રહ્યાં નથી. તો બીજી તરફ કોરોનાના કેસ વધી રહ્યાં છે. આ બધાની વચ્ચે એક સારી વાત એ છે કે કોરોનાની વેક્સિન આપવાનું પણ કાર્ય ચાલી રહ્યું છે. 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉંમરના લોકો રસી લઇ રહ્યાં છે. જેમાં એક કિસ્સો ઉત્તર પ્રદેશના કાનપુરમાં સામે આવ્યો છે, જેમાં એક ANMએ મહિલાને એકનો એક કોવિડ વેક્સિનનો ડોઝ બેવાર(double dose vaccine) લગાવી દીધા હતા.

ADVT Dental Titanium

કાનપુરના મડોલી PHCમાં કોરોનાની વેક્સિન લગાવાઈ રહી છે, જ્યાં કમલેશ દેવી નામની મહિલા પણ પ્રથમ ડોઝ લેવા માટે ગઈ હતી. એ દરમિયાન ANMની કાર્યકર્તા ફોન પર વાતો કરવામાં એટલી વ્યસ્ત હતી કે તેણે એક જ મહિલાને બે વખત વેક્સિનનો ડોઝ(double dose vaccine) આપ્યો હતો. આ વાતની જાણ થતાં તરત જ વેક્સિન લેનાર મહિલાએ ANMની કાર્યકર્તાને ટોકી હતી, ત્યારે તેણે પોતાની ભૂલ પણ માની લીધી હતી. મહિલાનાં પરિવારજનોને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેમણે વેક્સિનેશન કેન્દ્ર ખાતે હોબાળો મચાવ્યો હતો.

આ સમગ્ર ઘટના અંગે કમલેશ દેવીએ જણાવ્યું હતું કે ANMની નર્સ મોબાઈલ પર કોઈકના જોડે વાત કરવામાં અત્યંત વ્યસ્ત હતી. તેણે વેક્સિનનો પ્રથમ ડોઝ પણ મને ફોન પર વાત કરતાં સમયે આપ્યો હતો. ત્યાર પછી મને નહોતી ખબર કે વેક્સિનના કેટલા ડોઝ લેવાના છે, જેથી હું મારી જગ્યાએથી ઊભી નહોતી થઈ. ANMની નર્સે પણ મને નહોતું કહ્યું કે તમે હવે જઈ શકો છો. ત્યારે અચાનક નર્સ પાછી મારી પાસે આવી અને ફોનમાં વાતોમાં મશગૂલ ANMએ ફરીથી એ જ હાથ ઉપર મને કોરોનાની વેક્સિન(double dose vaccine) આપી દીધી હતી. આ વાતની જાણ મને થતાં તેણેને મેં પૂછ્યું હતું કે શું વેક્સિનને એકસાથે બે વખત લેવાની હોય છે? ત્યારે નર્સે ગુસ્સામાં મારી સમક્ષ જોયું અને કહ્યું હતું કે તમે કેમ હજુ અહીંથી ગયાં નથી? વેક્સિનનો તો એક સમયે બસ એક જ ડોઝ હાલ પૂરતો તમારે લેવાનો હતો.

Whatsapp Join Banner Guj

કમલેશ દેવીએ કહ્યું હતું કે એક જ વેક્સિનના બે ડોઝ(double dose vaccine) લીધા પછી તેમના હાથમાં વધારેપડતો સોજો આવ્યો હતો. આ ઘટનાની જાણ મહિલાના પરિવારવાળાને થતાં તેમણે તાત્કાલિક ધોરણે વેક્સિનેશન કેન્દ્રમાં હોબાળો મચાવ્યો હતો. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ઉપરી અધિકારીઓ પણ કેન્દ્ર ખાતે આવી પહોંચ્યા હતા અને મહિલાને આશ્વાસન આપ્યી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. કાનપુરના CMO રાજેશ કુમારે ફોન કરી જાણકારી આપી હતી કે આ સમગ્ર ઘટનાની જાણ DM સાહેબને કરવામાં આવી છે. તેમણે આની ગંભીરતાને લઈને આગળ કાર્યવાહી કરવા માટે તજવીજ હાથ ધરી દીધી છે.

CMO આર. કુમારે કહ્યું હતું કે એક જ વ્યક્તિને એકસરખા ડોઝની વેક્સિન(double dose vaccine) ન આપવી જોઈએ, આ વસ્તુ સંભવ જ નથી. આ ઘટનાની વિગતવાર માહિતી મેળવવા માટે એક ટીમનું આયોજન કરાશે, જેના રિપોર્ટ આવ્યા પછી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ મોટી બેદરકારી દાખવતો કિસ્સો છે, આ પ્રકારની લાપરવાહી મોંઘી સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો….

શું તમે સીટીસી, ગ્રોસ અને નેટ પગાર(ctc gross and net salary) વચ્ચેનું અંતર જાણો છો? તો અચુકથી વાંચો આ માહિતી