Food sample for testing in RJT Division: રાજકોટ રેલ્વે ડિવિઝનમાં ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા
Food sample for testing in RJT Division: રાજકોટ રેલ્વે ડિવિઝનમાં ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ હેઠળ ગુણવત્તા ચકાસવા માટે વિવિધ કેટરિંગ સ્ટોલ અને પેન્ટ્રી કારમાંથી ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા

રાજકોટ, 29 સપ્ટેમ્બર: Food sample for testing in RJT Division: પશ્ચિમ રેલવે ના રાજકોટ ડિવિઝન પર ‘સ્વચ્છતા હી સેવા 2024’ ઝુંબેશ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2024 દરમિયાન સક્રિયપણે આયોજિત કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત અનેક જાગૃતિ અને સ્વચ્છતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:- World Heart Day-2024: હૃદયરોગના દર્દીઓ માટે આશાની કિરણ બની યુ.એન. મહેતા હોસ્પિટલ
સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત સ્વચ્છ ખાદ્ય પહેલ અંતર્ગત ડિવિઝનના વિવિધ સ્ટેશનો પર ફૂડ સ્ટોલ, કેન્ટીન અને ટ્રેનોમાં પેન્ટ્રી કાર વગેરેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય નિરીક્ષકો અને વાણિજ્ય નિરીક્ષકોએ રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા, ઓખા અને અન્ય સ્ટેશનો પર આવેલા કેટરીંગ સ્ટોલ અને ટ્રેનોમાં આવેલી પેન્ટ્રી કારનું નિરીક્ષણ કર્યું હતું અને મુસાફરો, વિક્રેતાઓ અને રેલ્વે કર્મચારીઓને સ્વચ્છ ખોરાક વિશે માહિતી પૂરી પાડી હતી અને ખોરાકના નમૂના લેવામાં આવ્યા હતા.

રાજકોટ સ્ટેશન અને અન્ય સ્ટેશનો પર નુક્કડ નાટકોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નુક્કડ નાટકો દ્વારા રેલ્વે મુસાફરો, કુલીઓ, વિક્રેતાઓ અને કર્મચારીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકના નુકસાન અને સ્વચ્છતાના મહત્વ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા અને સ્વચ્છતા જાળવવા અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો