G-20 meeting held in bengaluru: નાણાકીય બાબતોની પ્રથમ જી-20 બેઠક બેંગલુરુમાં આયોજિત થઇ
G-20 meeting held in bengaluru: બેઠકમાં જી-20 સભ્યો સહિત આમંત્રિત દેશના 180થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો
બેંગલુરુ, 14 ડિસેમ્બર: G-20 meeting held in bengaluru: ભારતની સિલિકોન વેલી બેંગલુરુમાં મંગળવારે જી-20 નાણા અને કેન્દ્રીય બેન્કોના પ્રતિનિધિઓ (એફસીબીડી)ની પહેલી બેઠક શરૂ થઇ હતી. ત્રણ દિવસની બેઠક નાણા મંત્રાલય અને ભારતીય રિઝર્વ બેન્ક તરફથી સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવી રહી છે. તે ભારતની જી-20 અધ્યક્ષતા અંતર્ગત ફાયનાન્સ ટ્રેક એજન્ડા પર કેન્દ્રિત છે.
આ બેઠકના પ્રથમ દિવસે કુલ ચાર સત્ર આયોજિત થયા જેમાં પ્રમુખ રીતે ચાર એજન્ડા પર ચર્ચા કરવામાં આવી હતી. પહેલા દિવસે વૈશ્વિક અર્થવ્યવસ્થા, આંતરરાષ્ટ્રીય વિત્તીય સંરચના, આધારભૂત સંરચના અને સસ્ટેનેબલ ફાયનાન્સના એજન્ડા પર વિસ્તૃત ચર્ચા થઇ હતી.
ભારતની અધ્યક્ષતામાં ફાયનાન્સ ટ્રેકની આ પ્રથમ બેઠક છે, જેમાં વૈશ્વિક રીતે વ્યાપક આર્થિક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જી-20ના સભ્યો સહિત વિશ્વભરના 180થી વધુ પ્રતિનિધિ આ બેઠકમાં ભાગ લઇ રહ્યા છે. આ બેઠક બાદ નાણા મંત્રીઓ અને કેન્દ્રીય બેન્કના ગવર્નરોની પહેલી બેઠક 23-25 ફેબ્રુઆરી, 2023 દરમિયાન બેંગલુરુમાં આયોજિત કરવામાં આવશે.
જી-20 દેશના નાણા મંત્રીઓ અને કેન્દ્રીય બેન્કના ગવર્નરોના નેતૃત્વમાં જી-20 ટ્રેક આર્થિક અને નાણાકીય બાબતો પર કેન્દ્રિત છે. તે વૈશ્વિક આર્થિક સંવાદ અને નીતિ સમન્વય માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરે છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વિકાસનો લાભ સાર્વભૌમિક અને સર્વ સમાવેશી હોવો જોઈએ. નાણા મંત્રાલય તે બાબત પર ભાર આપી રહ્યું છે. તેના પર ફોકસ કરીને નાણા મંત્રાલયે આ વિચારને જી-20 વિત્ત ટ્રેક એજન્ડામાં સામેલ કર્યો છે.
આ પણ વાંચો: Ahmedabad-kolkata express train route change: અમદાવાદ-કોલકાતા એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ થી ચાલશે