Haryana Election Results: હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં સતત ત્રીજી વખત ભાજપની જીત
વડાપ્રધાન મોદીએ હરિયાણામાં ભાજપની જીત માટે નાયબ સૈનીને ફોન કરીને શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી, 08 ઓક્ટોબરઃ Haryana Election Results : હરિયાણા 2024 વિધાનસભા ચૂંટણી માટે 5 ઑક્ટોબરે મતદાન થયું હતું. ત્યારે આજે (8 ઑક્ટોબર) ચૂંટણી પરિણામો જાહેર થયા છે. હરિયાણામાં પ્રચંડ બહુમતી સાથે ભાજપની હેટ્રિક જોવા મળી રહી છે.
हरियाणा विधानसभा चुनाव में भाजपा पर फिर से विश्वास जताने के लिए हरियाणा की देवतुल्य जनता का हार्दिक आभार।
— Haryana BJP (@BJP4Haryana) October 8, 2024
माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के मार्गदर्शन और श्री नायब सिंह सैनी जी के नेतृत्व में हरियाणा करेगा नॉनस्टॉप विकास। pic.twitter.com/S2vmqPvCqp
બીજી તરફ ચૂંટણી પરિણામોમાં જિંદ જિલ્લાની જુલાના બેઠક સૌથી વધુ ચર્ચામાં હતી, કારણ કે અહીંથી વિનેશ ફોગાટ ચૂંટણી લડી રહી હતી. ત્યારે હવે વિનેશ ફોગાટની 6 હજાર મતથી જીત થઈ છે. ત્યારે હવે વડાપ્રધાન મોદી સાંજે 7:30 વાગ્યે દિલ્હીમાં ભાજપ કાર્યલય પહોંચશે. હરિયાણામાં ત્રીજી વખત વિધાનસભા ચૂંટણી જીતવા પર વડાપ્રધાન મોદી પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
આ પણ વાંચો:- 6th day of Navratri: નવરાત્રિનાં છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની આરાધનાનું જાણો વિશેષ મહત્વ
વડાપ્રધાન મોદીએ હરિયાણામાં ભાજપની જીત માટે નાયબ સૈનીને ફોન કરીને શુભેચ્છા પાઠવી છે. આ સિવાય લાડવા વિધાનસભા બેઠકથી જીત મેળવ્યા બાદ હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીનું કહેવું છે કે, ‘હું પ્રમાણ પત્ર લેવા જઈશ અને પછી જ્યોતિસર મંદિરમાં ભગવાન કૃષ્ણની પૂજા કરીશ. હરિયાણાના 2.80 કરોડ લોકોએ આ સરકારને ચૂંટી છે અને અમે પીએમ મોદીના નેતૃત્વમાં આગળ વધીશું.’
लाडवा सहित मैं हरियाणा के मेरे सभी परिवारजनों को बहुत-बहुत धन्यवाद करता हूं CM @NayabSainiBJP जी pic.twitter.com/aGTa77Ytjn
— Haryana BJP (@BJP4Haryana) October 8, 2024
હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામોના વલણમાં ભાજપને બહુમતી મળી છે. જેને લઈને ગુરુગ્રામમાં ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી અને એકબીજાને અભિનંદન આપવાનું શરુ કર્યુ છે.
કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે, લોકસભા ચૂંટણીની જેમ હરિયાણામાં પણ ચૂંટણી પંચ ધીમી ગતિએ ડેટા અપડેટ કરી રહ્યું છે. શું ભાજપ જૂના ડેટા અને ભ્રામક વલણો દ્વારા વહીવટીતંત્ર પર દબાણ લાવવા માંગે છે?
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો