Covid test

Increase in Covid cases: દેશભરમાં છેલ્લા 5 દિવસમાં સામે આવ્યા 1700 કેસ- 7 દર્દીના થયા મોત

Increase in Covid cases: એક સપ્તાહમાં 752 કેસ સામે આવ્યા હતા. દેશમાં પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે.

google news png

અમદાવાદ, 31 મેઃ Increase in Covid cases:  દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 5 દિવસમાં કોવિડના 1700 કેસ સામે આવ્યા છે અને હવે તે સંખ્યા વધી 2700ને પાર પહોંચી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે 30 મે સુધી દેશભરમાં 2710 કેસ નોંધાયા છે. આ પહેલા એક સપ્તાહમાં 752 કેસ સામે આવ્યા હતા. દેશમાં પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે.

જો દેશના વિવિધ રાજ્યોની વાત કરીએ તો, આંધ્રપ્રદેશમાં 16, અરુણાચલ પ્રદેશમાં 3, આસામમાં 2, ચંદીગઢમાં 1, છત્તીસગઢમાં 3, દિલ્હીમાં 294, ગોવામાં 7, ગુજરાતમાં 223, હરિયાણામાં 20, જમ્મુ અને કાશ્મીરમાં 4, કર્ણાટકમાં 148, કેરળમાં 1147, મધ્યપ્રદેશમાં 10, મહારાષ્ટ્રમાં 424, મિઝોરમમાં 2, ઓડિશામાં 5, પુડુચેરીમાં 35, પંજાબમાં 4, રાજસ્થાનમાં 51, તમિલનાડુમાં 148, તેલંગાણામાં 3, ઉત્તરાખંડમાં 2, ઉત્તર પ્રદેશમાં 42 અને પશ્ચિમ બંગાળમાં 116 કેસ છે. દિલ્હીમાં પણ એક મહિલાનું મોત થયું છે.

BJ ADVT

ઉલ્લેખનીય છે કે, ઘણા રાજ્યોમાં સક્રિય કેસ વધી રહ્યાં છે, જેમાં કેરલ (+355), મહારાષ્ટ્ર (+153), અને દિલ્હી (+24) સામેલ છે, આ સિવાય કેટલીક જગ્યાઓ મોતમાં પણ વધારો થયો છે, જેમાં મહારાષ્ટ્ર (+4), અને કર્ણાટક (+1) સામેલ છે. પરંતુ ઘણા રાજ્યોમાં કોઈ નવા કેસ કે મોત નોંધાયા નથી. આ સિવાય કોરોનાથી સૌથી વધુ દર્દીઓ મહારાષ્ટ્રમાં સાજા થયા છે. મહારાષ્ટ્રમાં 8,29,849, કેરલમાં 6,84,927 અને આંધ્ર પ્રદેશમાં 2,32,635 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

નોંધનીય છે કે, કોરોનાની પ્રથમ લહેર પછી અત્યાર સુધી સૌથી વધુ મૃત્યુઆંક: મહારાષ્ટ્ર (1,48,606), તમિલનાડુ (38,086) અને કર્ણાટક (40,412). 19 મે પછી, દેશના ઘણા રાજ્યોમાં કોરોના વાયરસના નવા કેસ નોંધાયા છે. તેમાં આંધ્રપ્રદેશ (4), છત્તીસગઢ (1), ગોવા (1), ગુજરાત (76), હરિયાણા (8), કર્ણાટક (34), મધ્યપ્રદેશ (2), રાજસ્થાન (11), તમિલનાડુ (3) અને તેલંગાણા (1)નો સમાવેશ થાય છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો