rjt

Plastic Pollution: રાજકોટ રેલ્વે ડિવિઝન ખાતે પ્લાસ્ટિક પ્રદૂષણને રોકવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન

Plastic Pollution: રાજકોટ રેલવે ડિવિઝન પર વિશ્વ પર્યાવરણ દિવસ દરમિયાન પ્લાસ્ટિક પ્રદૂષણ ને દૂર કરવા માટે અભિયાન

google news png

રાજકોટ, 03 જૂન: Plastic Pollution: રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા 22 મે થી 5 જૂન, 2025 સુધી વિશ્વ પર્યાવરણ દિવસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેની મુખ્ય થીમ છે “પ્લાસ્ટિક પ્રદૂષણને સમાપ્ત કરવું.” આ પહેલ પર્યાવરણીય સ્થિરતા અને પોતાના સંચાલનમાં પ્લાસ્ટિક કચરાને ઘટાડવા માટે પશ્ચિમ રેલવેની સતત પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

આ પખવાડિયા ની શરૂઆત 22 મેના રોજ એક જાહેર સભા અને શપથ ગ્રહણ સમારોહ સાથે થઈ, જ્યાં અધિકારીઓ અને કર્મચારીઓએ પ્લાસ્ટિક પ્રદૂષણનો સક્રિય રીતે સામનો કરવાની શપથ લીધી. 28 મે થી 2 જૂન, 2025 સુધી રાજકોટ રેલવે ડિવિઝનમાં વિવિધ ગતિવિધિઓનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:- Share Market Fraud Case: એક્ટર અરશદ વારસી સહિત 59 લોકો પર સેબીએ મૂક્યો પ્રતિબંધ, છેતરપિંડી કરવાનો છે આરોપ

રાજકોટ ડિવિઝનમાં ‘પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડો’ અભિયાન ચલાવવામાં આવ્યું જેના અંતર્ગત ઘણી પ્રભાવશાળી ગતિવિધિઓ આયોજિત કરવામાં આવી. યાત્રીઓને એકવાર ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિકની બોટલોના નિકાલ અને સ્ટેશનો પર કચરો ઓછો કરવા માટે પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીનોનો ઉપયોગ કરવા માટે શિક્ષિત અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. એકવાર ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા માટે ફૂડ સ્ટોલ અને વોટર રિફિલ પોઈન્ટનું નિરીક્ષણ કરવામાં આવ્યું.

આ ઉપરાંત, રેલવે સ્ટેશનો પર જાહેર ઘોષણાઓ દ્વારા યાત્રીઓને પોતાની બોટલોમાં પાણી ભરવા અને પ્લાસ્ટિકની બોટલોના ઉપયોગને સીમિત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ઓનબોર્ડ કેટરિંગ સેવાઓને પણ પર્યાવરણને અનુકૂળ વિકલ્પ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. અન્ય પહેલોમાં એક જ વાર ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકના બદલે અન્ય વિકલ્પોને પ્રોત્સાહન આપવા માટે નુક્કડ નાટકનું આયોજન કરવું અને કર્મચારીઓ સાથે ઇન્ટરેક્ટિવ જાગૃતિ સત્રોનું આયોજન કરવું શામેલ હતું.

BJ ADVT

આ ઉપરાંત, ફૂડ સ્ટોલ વિક્રેતાઓ અને કર્મચારીઓને માઇક્રોપ્લાસ્ટિક પ્રદૂષણને ઘટાડવા વિશે જાગૃત કરવામાં આવ્યા તથા વધુ સ્થળો પર સ્વચ્છતા અભિયાન ચાલુ રાખવામાં આવ્યું.

આ પહેલને ચાલુ રાખતા આ સમયગાળા દરમિયાન અભિયાન પણ ચલાવવામાં આવ્યા જેમાં રેલવે કોલોનીઓના જાળવણી, રેલવે પરિસરોમાં બગીચાઓ અને પાર્કો, અપશિષ્ટ વ્યવસ્થાપન અને સામુદાયિક સહભાગિતા જેવા મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું.

આ અભિયાન દરમિયાન રાજકોટ ડિવિઝને ઘણી પ્રવૃત્તિઓનું આયોજન કર્યું, જેમાં રેલવે સ્ટેશનોની આસપાસના પાર્કોને જાળવવા, રેલવે કોલોનીઓમાં હરિયાળી અને પાર્કોની જાળવણી માટે વિશેષ અભિયાન શામેલ છે. આ ઉપરાંત, પર્યાવરણીય જાગૃતિ ફેલાવવા માટે નુક્કડ નાટક આયોજિત કરવામાં આવ્યા અને સ્ટેશનો, પાટા, કોલોનીઓ અને આસપાસના વિસ્તારોમાં સામુદાયિક ભાગીદારી સાથે સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યા.

રેલવે કર્મચારીઓના બાળકો માટે ‘ટકાઉ પર્યાવરણ’ વિષય પર ડ્રૉઇંગ અને નિબંધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. અન્ય પ્રવૃત્તિઓમાં ટકાઉ પ્રથાઓ અને અપશિષ્ટ વ્યવસ્થાપન પર તાલીમની સાથે સાથે રેલ યાત્રીઓ વચ્ચે કપડા/જૂટના બેગનું વિતરણ શામેલ હતું. આ ઉપરાંત, વિવિધ સ્ટેશનો પર ડિજિટલ અને પેપરલેસ ટિકિટિંગને પ્રોત્સાહન આપવામાં આવ્યું.

Plastic Pollution

‘એક સ્ટેશન એક ઉત્પાદન’ યોજના હેઠળ વાંસના ટૂથબ્રશ અને લીમડાના કાંસકા જેવા પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનોને વેચાણ માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું. રાજકોટમાં સ્થિત ડિવિઝનલ રેલવે હોસ્પિટલ દ્વારા આજે એક પ્લાસ્ટિક પ્રદૂષણ દૂર કરવાના વિષય પર નુક્કડ નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું. પ્લાસ્ટિક પ્રદૂષણ દૂર કરવાના વિષય પર જાગૃતિ લાવવા માટે રેલવે કર્મચારીઓના બાળકો માટે નિબંધ અને ચિત્રકામ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.

રાજકોટ ડિવિઝન આવી પહેલો દ્વારા પર્યાવરણીય ચેતનાને પ્રોત્સાહન આપવા માટે નિરંતર પ્રયાસરત છે, તથા સ્વચ્છ અને હરિયાળા ભવિષ્ય પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાને મજબૂત કરી રહી છે. 5 જૂન, 2025, એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ સુધી ચાલનારી ગતિવિધિઓનો ઉદ્દેશ્ય પ્લાસ્ટિકના જવાબદારીપૂર્વક ઉપયોગ અને પર્યાવરણ સંરક્ષણના સંદેશને વધુ મજબૂત કરવાનો છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો