kangana Ranaut

Kangana old statement: કંગનાની મુશ્કેલી વધી, ખેડૂતોએ જૂના નિવેદનો યાદ અપાવી માફીની માગ કરી-વાંચો વિગત

kangana old statement: એસકેએમ સંયોજક હરીશ ચૌહાણે કહ્યું, ‘કંગના ખેડૂતોના વોટ કેવી રીતે માગી શકે છે અને અમારા સમર્થનની આશા કેવી રીતે રાખી શકે છે?

whatsapp banner

નવી દિલ્હી, 03 મેઃ kangana old statement: ખેડૂતોએ હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠકથી ભાજપ ઉમેદવાર અને અભિનેત્રી કંગના રણૌતને તેની કથિત અપમાનજનક ટિપ્પણી માટે માફીની માગ કરી છે. સંયુક્ત ખેડૂત પંચે ગુરુવારે કંગનાને કૃષિ વિરોધી કાયદા સામે ચાલેલા આંદોલન દરમિયાન ખેડૂતો સામે તેના દ્વારા આપવામાં આવેલા કથિત નિવેદનોની યાદ અપાવી છે. સાથે જ માફી માગવાની પણ માગ કરી છે.

આ પણ વાંચો:- Protest Against Nilesh kumbhani: નિલેશ કુંભાણીના વિરોધમાં પોસ્ટર વૉર, કાર્યકરોએ ફોટો પર ચઢાવ્યો સુખડનો હાર- વાંચો વિગત

એસકેએમ સંયોજક હરીશ ચૌહાણે કહ્યું, ‘કંગના ખેડૂતોના વોટ કેવી રીતે માગી શકે છે અને અમારા સમર્થનની આશા કેવી રીતે રાખી શકે છે? તેણે ખેડૂત સમુદાયનું અપમાન કર્યું છે. તેણે પહેલા માફી માગવી જોઈએ.’

કંગનાએ પોતાની એક ટ્વીટમાં આરોપ લગાવ્યો હતો કે ‘શાહીન બાગ દાદી’ પણ કૃષિ કાયદાને લઈને ચાલી રહેલા આંદોલનમાં સામેલ થઈ હતી. તેણે બિલકિસ બાનો સહિત બે વૃદ્ધ મહિલાઓની તસવીરોની સાથે પોસ્ટને રીટ્વીટ કરી અને લખ્યું કે ‘તે દાદી’ જે મેગેઝીનમાં છપાઈ હતી અને 100 રૂપિયામાં ઉપલબ્ધ હતી. જોકે, ટ્વીટર પર લોકોએ જણાવ્યું કે બંને મહિલાઓ અલગ-અલગ છે તો કંગનાએ પોતાની ટ્વીટ હટાવી દીધી.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો