Rahul gandhi Nomination

Rahul Gandhi files Raebareli Seat: રાહુલ ગાંધીએ અમેઠી છોડીને રાયબરેલી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી

Rahul Gandhi files Raebareli Seat: રાહુલ સાથે સાથે માતા સોનિયા ગાંધી, બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા, વહુ રોબર્ટ વાડ્રા, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ ઉપસ્થિત રહ્યા હતા.

whatsapp banner

નવી દિલ્હી, 03 મેઃ Rahul Gandhi files Raebareli Seat: રાહુલ ગાંધીએ આજે પોતાની જૂની બેઠક અમેઠી છોડીને રાયબરેલી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન તેમની સાથે માતા સોનિયા ગાંધી, બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા, વહુ રોબર્ટ વાડ્રા, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો:- Kangana old statement: કંગનાની મુશ્કેલી વધી, ખેડૂતોએ જૂના નિવેદનો યાદ અપાવી માફીની માગ કરી-વાંચો વિગત

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હવે બે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. વાયનાડ બેઠક પર મતદાન સંપન્ન થઈ ગયું છે ત્યારે આજે તેમણે રાયબરેલી બેઠક પરથી પણ ઉમેદવારી નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશની રાયબરેલી અને અમેઠી બેઠકોના કોંગ્રેસના ઉમેદવારોના નામની આજે જાહેરાત કરવામાં આવી હતી. પાર્ટીએ રાહુલ ગાંધીને રાયબરેલી બેઠક પરથી અને કિશોરી લાલને અમેઠીની બેઠક પરથી મેદાનમાં ઉતારવાની જાહેરાત કરવામાં આવી હતી.

રાયબરેલી અને અમેઠી બેઠકો માટે 20 મેના રોજ જ મતદાન થશે. ચોથી જૂને મતગણતરી થશે. અગાઉ અમેઠીથી કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્માએ પ્રિયંકા ગાંધીની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી. નોંધનીય છે કે પહેલા એવી અટકળો હતી કે પ્રિયંકા ગાંધી અમેઠીથી ચૂંટણી લડી શકે છે. પરંતુ યાદી જાહેર થયા બાદ તમામ અટકળોનો અંત આવ્યો હતો.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો