Karnataka HC Hijab Case Judgment: હિજાબ પહેરવું એ ઇસ્લામના ફરજિયાત નિયમોની શ્રેણીમાં આવતું નથી: કર્ણાટક હાઇકોર્ટ

કર્ણાટક, 15 માર્ચ: Karnataka HC Hijab Case Judgment: હિજાબ મામલે કર્ણાટક હાઈકોર્ટે (Karnataka High Court) આજે પોતાનો ચુકાદો આપ્યો.  હાઈકોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધને પડકારતી અરજી ફગાવી દીધી છે.

કોર્ટે (Karnataka HC Hijab Case Judgment) મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે હિજાબ ઈસ્લામમાં અનિવાર્ય નથી. અત્રે જણાવવાનું કે ઉડુપીના એક પ્રી યુનિવર્સિટી કોલેજની વિદ્યાર્થીઓના ગ્રુપની ક્લાસમાં તેમને હિજાબ પહેરવા દેવાની માગણી પર ત્યારે વિવાદ ઊભો થઈ ગયો જ્યારે કેટલાક હિન્દુ વિદ્યાર્થીઓ ભગવા શાલ પહેરીને ત્યાં પહોંચ્યા હતા. આ મુદ્દો દેશના અન્ય ભાગોમાં પણ ફેલાઈ ગયો. આ બાજુ સરકાર યુનિફોર્મ સંલગ્ન નિયમ પર મક્કમ રહી. 

Karnataka High Court Hijab Case Judgment

Karnataka HC Hijab Case Judgment: કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ઋતુરાજ અવસ્થી, જસ્ટિસ કૃષ્ણ એસ દિક્ષિત અને જસ્ટિસ જેએમ કાજીની બેન્ચ ઉડુપીની છોકરીઓની અરજી પર સુનાવણી માટે બનાવવામાં આવી. આ છોકરીઓની માગણી હતી કે તેમને ક્લાસમાં શાળાના યુનિફોર્મ સાથે હિજાબ  પહેરવાની પણ મંજૂરી આપવામાં આવે. કારણ કે તે તેમની ધાર્મિક આસ્થાનો ભાગ છે. 

આ પણ વાંચો..Mann ki baat on 27th march: પ્રધાનમંત્રીએ મન કી બાત માટે નાગરિકોને વિચારો અને સૂચનો માટે આમંત્રણ આપ્યું

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.