mizoram

Mizoram stone quarry collapsed: આઈઝોલમાં ભારે વરસાદને કારણે પથ્થરની ખાણ ધસી પડતા 7 લોકોના મોત, રેસ્ક્યુ કામગીરી યથાવત

Mizoram stone quarry collapsed: ભારે વરસાદને કારણે નદીઓના સ્તરમાં પણ વધારો થયો

google news png

મિઝોરમ, 28 મેઃ Mizoram stone quarry collapsed: મિઝોરમની રાજધાની આઈઝોલમાં એક મોટી દુર્ઘટના બની છે. અહીં ભારે વરસાદને કારણે એક પથ્થરની ખાણ ધસી ગઈ છે. આ ગંભીર દુર્ઘટનામાં સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે અનેક લોકો દટાયાની આશંકા લગાવાઈ રહી છે. હાલ પોલીસકર્મીઓ બચાવ કાર્યમાં લાગેલા છે. ભારે વરસાદને કારણે નદીઓના સ્તરમાં પણ વધારો થયો છે. નદી કિનારે રહેતા લોકોને ઘર છોડીને સલામત સ્થળે જવું પડ્યું છે.

મિઝોરમના આઈઝોલ જિલ્લામાં ભારે વરસાદના પગલે એક પથ્થરની ખાણનો કાટમાળ ધસી ગયો છે. જેના નીચે દટાઈ જવાથી ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે. આ આંકડો પણ વધી શકે છે.

આ પણ વાંચો:- KP.1 and KP.2 Variants: કોરોનાના કેસમાં થઇ રહ્યો છે વધારો, નવો વેરિએન્ટ પણ ચિંતાજનક

મળતી માહિતી મુજબ હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. હાલ રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જો કે ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે રાહત કાર્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો