train 7

Okha-Puri Route change: ઓખા-પુરી-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

whatsapp banner

રાજકોટ, 21 એપ્રિલ: Okha-Puri Route change: દક્ષિણ મધ્ય રેલવેના સિકંદરાબાદ ડિવિઝન પર કાઝીપેટ-વિજયવાડા સેક્શનમાં નોન ઇન્ટરલોકિંગ કામ ને કારણે ઓખા-પુરી-ઓખા એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રુટ પર દોડશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે

આ પણ વાંચો:- Hair serum: તમારા પણ ફ્રીઝી હેર છે, તો ઘરે જ તૈયાર કરો એન્ટી-ફ્રીઝ હેર સીરમ- નોંધી લો રીત

1) 1, 8 અને 15 મે ના રોજ ઓખા થી ચાલતી ટ્રેન નં 20820 ઓખા-પુરી એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ વર્ધા – બલ્હારશાહ – વિજયવાડા – વિશાખાપટ્ટનમ – ખુર્દા રોડ ના સ્થાને તેના ડાયર્વટ કરાયેલ માર્ગ વાયા વર્ધા – નાગપુર – રાયપુર – ટિટિલાગઢ – રાયગઢ – વિજયનગરમ – ખુર્દા રોડ ના માર્ગ પર દોડશે. આ ટ્રેન ચંદ્રપુર -બલ્હારશાહ – સિરપુર કાગઝનગર – મંચિર્યાલ – રામગુંડમ – વારંગલ – વિજયવાડા – એલુરુ – રાજામુડ્રી – સામલકોટ – અનકાપલ્લી -વિશાખાપટ્ટનમ સ્ટેશનો પર જશે નહીં.

2) 28 એપ્રીલ , 5 અને 19 મે ના રોજ પુરી થી ચાલતી ટ્રેન નં 20819 પુરી – ઓખા એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ ખુર્દા રોડ – વિશાખાપટ્ટનમ – વિજયવાડા – બલ્હારશાહ – વર્ધા ના સ્થાને તેના ડાયર્વટ કરાયેલ માર્ગ વાયા ખુર્દા રોડ – વિજયનગરમ – રાયગઢ – ટિટિલાગઢ – રાયપુર – નાગપુર – વર્ધા ના માર્ગ પર દોડશે. આ ટ્રેન વિશાખાપટ્ટનમ – અનકાપલ્લી – સામલકોટ – રાજમંડ્રી – એલુરુ – વિજયવાડા – વારંગલ – રામગુંડમ – મંચિર્યાલ – સિરપુરકાગઝનગર – બલ્હારશાહ – ચંદ્રપુર સ્ટેશનો પર નહીં જાય.

ટ્રેનોના સ્ટોપેજ, રચના, રૂટ અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો