heavy rain

Gujarat Weather Update:કાળઝાળ ગરમીની વચ્ચે રાજ્યમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી, જાણો કઇ તારીખે પડશે કમોસમી વરસાદ?

Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલ એક અઠવાડિયુ ગરમીથી રાહત મળવાના કોઈ સંકેત નથી.

whatsapp banner

અમદાવાદ, 21 એપ્રિલઃ Gujarat Weather Update: હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે.

આ પણ વાંચો:- Hair serum: તમારા પણ ફ્રીઝી હેર છે, તો ઘરે જ તૈયાર કરો એન્ટી-ફ્રીઝ હેર સીરમ- નોંધી લો રીત

છેલ્લાં દિવસમાં ત્રણ ડિગ્રી ઘટી રાજ્યનું સરેરાશ તાપમાન 38 ડિગ્રી નોંધાયું છે. સૌથી વધુ 39.4 ડિગ્રી તાપમાન અમરેલીમાં નોંધાયું હતું. તો અમદાવાદમાં 37.6 ડિગ્રી, જ્યારે કે ગાંધીનગરમાં 37.3 ડિગ્રી તાપમાન નોંધાયું. આગામી બે દિવસ બાદ તાપમાનમાં ક્રમશ વધારો થવાની શક્યતા છે. જોકે, બીજી તરફ અરબ સાગર ગરમ થવાને લઇ અરબ સાગરનો ભેજ ભર ઉનાળામાં પશ્ચિમ ભારતના વિસ્તારોમાં કમોસમી વરસાદ અને ચક્રવાતો લઇને આવશે. ત્યારે મે માસમાં ફરી આંધી વંટોળ સાથે કમોસમી વરસાદની આગાહી અપાઇ છે.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલ એક અઠવાડિયુ ગરમીથી રાહત મળવાના કોઈ સંકેત નથી. સ્કાયમેટ વેધરના જણાવ્યા અનુસાર, તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ઘટી શકે છે. ભારતમાં હીટવેવ કે અત્યંત તીવ્ર ગરમી મે મહિનામાં જોવા મળે છે. હવે તો માર્ચ મહિનાના અંતથી હીટવેવની સ્થિતિ શરૂ થઈ ગઈ છે. સાયક્લોનિક સરક્યુલેશનના કારણે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં થોડા વાદળો જોવા મળી શકે છે. પરંતું તેનાથી તાપમાનમાં કોઈ ઘટાડો નહિ આવે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો