Breaking news 02

One Nation-One Election: ‘વન નેશન, વન ઈલેક્શન’ને મોદી કેબિનેટની મંજૂરી

One Nation-One Election: મોદી સરકાર આ બિલને ગૃહમાં રજૂ કરી શકે છે. આગામી અઠવાડિયામાં શિયાળુ સત્રમાં આ બિલ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

google news png

નવી દિલ્હી, 12 ડિસેમ્બરઃ One Nation-One Election: મોદી કેબિનેટ બેઠકમાં આજે (12મી ડિસેમ્બર) વન નેશન-વન ઈલેક્શનના બિલને મંજૂરી મળી ગઈ છે. અહેવાલો અનુસાર, હવે મોદી સરકાર આ બિલને ગૃહમાં રજૂ કરી શકે છે. આગામી અઠવાડિયામાં શિયાળુ સત્રમાં આ બિલ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

Buyer ads

અહેવાલો અનુસાર, વન નેશન, વન ઈલેક્શન (One Nation-One Election) માટે સૌથી પહેલા જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી (JPC) બનાવવામાં આવશે અને તમામ પક્ષોના સૂચનો લેવામાં આવશે. ત્યાર બાદ આ બિલ સંસદમાં રજૂ કરાશે અને તેને પસાર કરવામાં આવશે. આ પહેલા રામનાથ કોવિંદની સમિતિએ વન નેશન, વન ઈલેક્શન સંબંધિત પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો.

સૂત્રોના જણાવ્યાનુસાર, સરકાર આ બિલને લાંબી ચર્ચા અને સર્વસંમતિ સાધવા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવાની યોજના બનાવી રહી છે. જેપીસી તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વિગતવાર ચર્ચા કરશે અને આ પ્રસ્તાવ પર સામૂહિક સર્વસંમતિની જરૂરિયાત પર ભાર મૂકશે.

આ પણ વાંચો:- Rajkot Division Laundry Facility: રાજકોટ ડિવિઝન દરરોજ સ્વચ્છ 5500 બેડશીટ્સ મુસાફરોને પૂરા પાડે છે

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *