Railway Laundry Facility 2

Rajkot Division Laundry Facility: રાજકોટ ડિવિઝન દરરોજ સ્વચ્છ 5500 બેડશીટ્સ મુસાફરોને પૂરા પાડે છે

Rajkot Division Laundry Facility: દરરોજ ધોવાય છે 5500 બેડશીટ્સ રાજકોટ ડિવિઝન ટ્રેનોમાં દરરોજ 5500 પલંગની ચાદર, 3100 પીલો કવર અને 3100 ચહેરાના ટુવાલ સપ્લાય કરે છે.

google news png

રાજકોટ, 12 ડિસેમ્બર: Rajkot Division Laundry Facility: મુસાફરોની મુસાફરી સુખદ, સુવિધાજનક અને આરામદાયક બને તે માટે રાજકોટ રેલ્વે ડિવિઝન તેના મુસાફરોની સંપૂર્ણ કાળજી લઈ રહ્યું છે. પ્રવાસ દરમિયાન એસી કોચમાં મુસાફરોને બેડિંગ ની સામગ્રી પણ આપવામાં આવે છે. મુસાફરોની બેડિંગ ની સામગ્રી સ્વચ્છ અને આરોગ્યપ્રદ હોય તેની ખાસ કાળજી લેવામાં આવે છે.

Rajkot Division Laundry Facility

રેલ્વે એસી કોચમાં દરેક મુસાફરને બેડિંગ તરીકે બે બેડશીટ, ઓશીકાનું કવર, એક ટુવાલ અને એક ધાબળો આપવામાં આવે છે. લિનનની સફાઈ માટે રાજકોટમાં રેલ્વેની મિકેનાઈઝ લોન્ડ્રીની સુવિધા ઉપલબ્ધ છે જેમાં 04 વોશર, 02 ડ્રાયર, 02 ઈસ્ત્રી ની મશીન અને 02 બોઈલર છે.

સરેરાશ, આ (Rajkot Division Laundry Facility) લોન્ડ્રી દર અઠવાડિયે 17 ટ્રેનોના 118 કોચમાં લિનનના 23150 સેટની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે છે, એટલે કે દરરોજ 5500 બેડશીટ્સના, 3100 પીલો કવર, 3100 ટુવાલ અને 25 ધાબળા દરરોજ ટ્રેનમાં આપવામાં આવે છે. લોન્ડ્રીમાં બેડશીટ, ઓશીકાના કવર અને ટુવાલ દરેક ઉપયોગ પછી સાફ કરવામાં આવે છે, જ્યારે ધાબળા દર 30 દિવસમાં એકવાર સાફ કરવામાં આવે છે. આ સિવાય ગરમ હવાથી સ્ટેરિલાઈઝેશન પણ કરવામાં આવે છે.

Buyer ads

રાજકોટ ડિવિઝનની બાકીની ટ્રેનોમાં પણ સ્વચ્છ બેડ રોલ અને ધાબળા ની સપલાઈ સુનિશ્ચિત કરવામાં આવે છે. બેડ રોલ સફાઈની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે સુપરવાઈઝર દ્વારા સમયાંતરે તપાસ કરવામાં આવે છે. રાજકોટ ડિવિઝન તેના આદરણીય મુસાફરોની સુખદ મુસાફરી માટે હંમેશા પ્રતિબદ્ધ છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો