Raj thackeray gave ultimatum

Raj thackeray gave ultimatum: રાજ ઠાકરેએ કહ્યું, 3 મે સુધી મસ્જિદ પરથી લાઉડ સ્પીકર નહીં હટાવવામાં આવે તો મસ્જિદ સામે હનુમાન ચાલીસા વાગશે

Raj thackeray gave ultimatum: રાજ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ દેશમાં કોમન સિવિલ કોડ લાગુ કરવાની પણ માગણી કરી

નવી દિલ્હી, 13 એપ્રિલઃ Raj thackeray gave ultimatum: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) પ્રમુખ રાજ ઠાકરેએ મસ્જિદોમાંથી લાઉડ સ્પીકર દૂર કરવાની માગણીને લઈ નવું અલ્ટિમેટમ બહાર પાડ્યું છે. MNS પ્રમુખ રાજ ઠાકરેએ ફરી એક વખત મસ્જિદો પર લાગેલા લાઉડ સ્પીકર દૂર કરવાની માગણી દોહરાવી હતી. 

મંગળવારે થાણે ખાતે આયોજિત સભામાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે, હું રાજ્ય સરકારને સ્પષ્ટપણે કહેવા માગું છું કે, હું આ મુદ્દે પીછેહટ નહીં કરૂં. તમારે જે કરવું હોય તે કરો. વધુમાં કહ્યું હતું કે, એવો કયો ધર્મ છે જે બીજા ધર્મને તકલીફ આપે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મસ્જિદોમાંથી લાઉડ સ્પીકર હટાવી લેવાય તો આમને (મહારાષ્ટ્ર સરકારને) શા માટે નથી દેખાઈ રહ્યું? મત (Vote) માટે. 

આ પણ વાંચોઃ Firing at a metro station in new york: ન્યૂયોર્કના બ્રુકલિન મેટ્રો સ્ટેશનમાં ફાયરિંગ, 16 લોકો થયા ઘાયલ- ઘટના બાદ ટ્રેન સર્વિસ બંધ

ઠાકરેએ સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું કે, જો 3 મે સુધીમાં મસ્જિદ પરથી લાઉડ સ્પીકર નહીં હટાવવામાં આવે તો દેશભરમાં મસ્જિદ સામે હનુમાન ચાલીસા વાગશે. ઠાકરેએ એમ પણ કહ્યું હતું કે, 3 મેના રોજ ઈદ છે. 

આગળ કહ્યું કે, અમે હોમ ડિપાર્ટમેન્ટને કહેવા માગીએ છીએ કે, અમને તોફાનો નથી જોઈતા. 3 મે સુધીમાં તમામ મસ્જિદો પરથી લાઉડ સ્પીકર હટાવી લેવાય. અમારી તરફથી કોઈ તકલીફ નહીં આપવામાં આવે. 

આ સાથે જ રાજ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ દેશમાં કોમન સિવિલ કોડ લાગુ કરવાની પણ માગણી કરી હતી. ઉપરાંત દેશમાં જનસંખ્યા નિયંત્રણ કાયદો લાગુ કરવાની જરૂરિયાત પણ દર્શાવી હતી. 

આ પણ વાંચોઃ Jallianwala Bagh massacre: જલિયાવાલા બાગ હત્યાકાંડને 103 વર્ષ પૂરા, અંધાધુંધ ગોળીબારમાં સેંકડો લોકોનો થયા હતા મોત- વાંચો સંપૂર્ણ અહેવાલ

Gujarati banner 01