મહારાષ્ટ્રઃ ભક્તો માટે શેરડી સાઇબાબાના મંદિર બાદ સિદ્ધિવિનાયક(Siddhivinayak)ના દ્વાર પણ બંધ કરાયા, વધતા કોરોના સંક્રમણને લેવાયો આ નિર્ણય

મુંબઇ, 06 એપ્રિલઃ દેશમાં સૌથી વધુ કોરોના કેસની સંખ્યા મહારાષ્ટ્રમાં છે. જેના કારણે સરકારની ચિંતા વધી છે. સતત વધતા જતા કોરોના સંક્રમણના કારણે હવે વિખ્યાત મંદિરો(Siddhivinayak) બંધ થવા લાગ્યા છે.

શિરડીના સાંઇબાબા મંદિર બાદ હવે મુંબઇનું સિદ્ધિવિનાયક મંદિર પણ આગામી આદેશ સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યુ છે. જોકે મંદિરમાં નિયમિત ‘આરતી’ અને ‘પૂજા’ કરવામાં આવશે અને વેબકાસ્ટ પર મૂકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ બંને મંદિરોમાં રોજ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત થાય છે.
આ પણ વાંચો….
