Vande Mataram rjt

Vande Mataram: “વંદે માતરમ્” ના 150 વર્ષ પૂર્ણ થવા પર રાજકોટ રેલવે મંડળમાં સ્મરણોત્સવની ઉજવણી

Vande Mataram: રાષ્ટ્રીય ભાવના અને દેશપ્રેમના પ્રતિક ગીત “વંદે માતરમ્” ના 150મા વર્ષ નિમિત્તે પશ્ચિમ રેલવે, રાજકોટ મંડળ દ્વારા ઉજવાયો વિશેષ સ્મરણોત્સવ — અધિકારીઓ અને કર્મચારીઓએ વ્યક્ત કરી દેશભક્તિની લાગણી

google news png

રાજકોટ, 0૭ નવેમ્બર: Vande Mataram: રાષ્ટ્રગીત “વંદે માતરમ્” ના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં, સમગ્ર દેશની સાથે-સાથે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં પણ આ ઐતિહાસિક અવસરને અત્યંત ઉત્સાહ અને શ્રદ્ધા સાથે મનાવવામાં આવ્યો.

મુખ્ય સમારોહનું આયોજન ૭ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ ડિવિઝનલ રેલ મેનેજર ગિરિરાજ કુમાર મીનાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજકોટ ખાતે આવેલી ડીઆરએમ ઓફિસના પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું. આ અવસરે ડિવિઝનના તમામ વરિષ્ઠ રેલ અધિકારીઓ, કર્મચારીઓ અને રેલ પરિવારના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સૌએ એક સ્વરે રાષ્ટ્રગીત “વંદે માતરમ્” નું સામૂહિક ગાન કર્યું, જેનાથી પરિસર દેશભક્તિ અને એકતાની ભાવનાથી ગુંજી ઉઠ્યું હતું.

ડિવિઝનલ રેલ મેનેજર મીનાએ તેમના ઉદ્બોધનમાં જણાવ્યું કે, “’વંદે માતરમ્’ માત્ર એક ગીત નથી, પરંતુ તે આપણી સંસ્કૃતિ, રાષ્ટ્રપ્રેમ અને માતૃભૂમિ પ્રત્યેના સમર્પણની પ્રતીક ભાવના છે. આ ગીતે સ્વતંત્રતા સંગ્રામના સમયે દેશવાસીઓમાં જોશ અને એકતાનો સંચાર કર્યો હતો અને આજે પણ આ ગીત આપણને રાષ્ટ્રહિતમાં કાર્ય કરવાની પ્રેરણા આપે છે.”

આ અવસરે ડિવિઝનના તમામ નાના-મોટા ૫૩ સ્ટેશનો જેવા કે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા સહિત તમામ ઓફિસો અને ડેપોમાં પણ “વંદે માતરમ્” ના સામૂહિક ગાનના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. રેલ કર્મચારીઓએ રાષ્ટ્રગીત દ્વારા પોતાની દેશભક્તિ, એકતા અને સાંસ્કૃતિક વારસા પ્રત્યેના સન્માનને વ્યક્ત કર્યું.

આ કાર્યક્રમ રાજકોટ ડિવિઝન માટે ગૌરવપૂર્ણ રહ્યો અને તેણે સૌમાં રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવી.

રાજકોટ ડિવિઝનના વિવિધ રેલવે સ્ટેશનો પર ઓડિયો સંદેશાઓ અને વિશેષ ઘોષણાઓ પ્રસારિત કરવામાં આવી રહી છે, સાથે જ સ્ટેશનો પર લાગેલા એલઈડી ડિસ્પ્લે દ્વારા પણ “વંદે માતરમ્” સંબંધિત માહિતી આજથી આખા વર્ષ દરમિયાન પ્રદર્શિત કરવામાં આવશે.

OB banner
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો