Mahashivratri: તમારી રાશિ અનુસાર જળની સાથે શિવલિંગ પર આ વસ્તુનો કરો અભિષેક
Mahashivratri: આ પવિત્ર દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા અને આરાધના કરવામાં આવે છે.

ધર્મ ડેસ્ક, 25 ફેબ્રુઆરીઃ Mahashivratri: મહાશિવરાત્રિનો પવિત્ર તહેવાર મહા મહિનાના વદ પક્ષની ચૌદશ તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે 26 ફેબ્રુઆરીના રોજ સમગ્ર દેશભરમાં મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ પવિત્ર દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા અને આરાધના કરવામાં આવે છે. પરંતુ મહાશિવરાત્રિએ કઈ રાશિએ શિવજીને શું અર્પણ કરવું જોઈએ તે વિશે જાણીએ.
1. મેષ રાશિ
મેષ રાશિવાળાએ મહાશિવરાત્રિએ શિવલિંગ પર બિલિપત્ર ચઢાવવા જોઈએ. માન્યતા પ્રમાણે આવું કરવાથી મનવાંછિત ફળ મળે છે.
2. વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકોએ શિવલિંગ પર સફેદ પુષ્પ તેમજ જળમાં દુધ મિશ્ર કરીને શિવજી પર અભિષેક કરવો જોઈએ.માન્યતા પ્રમાણે આવું કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે.
3. મિથુન રાશિ
મિથુન રાશિવાળાઓએ શિવલિંગ પર દુર્વા (ધરો) ચઢાવવી જોઈએ. આવુ કરવાથી સંતાન સાથે જોડાયેલી સમસ્યા ખતમ થાય છે.
4. કર્ક રાશિ
કર્ક રાશિવાળાએ મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર દુધ અને મધનો અભિષેક કરવો જોઈએ. માન્યતા પ્રમાણે આવુ કરવાથી સ્વાસ્થ્ય સાથે જોડાયેલી દરેક સમસ્યા ખતમ થાય છે.
5. સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોએ શિવલિંગ પર આંકડાના પુષ્પ ચઢાવવા જોઈએ. એવી માન્યતા છે કે, આવુ કરવાથી ધન સંબંધિત પરેશાનીઓ ખતમ થાય છે.
6 કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોએ શિવલિંગ પર જળનો અભિષેક કરવો જોઈએ આ સાથે દુર્વા અર્પણ કરવી જોઈએ. માન્યતા પ્રમાણે આવુ કરવાથી રોકાયેલા કામ પૂર્ણ થાય છે.
7. તુલા રાશિ
તુલા રાશિવાળોઓએ શિવલિંગ પર ચંદન, ફુલ, અક્ષત,ધતૂરો વગેરે અર્પણ કરવો જોઈએ. માન્યતા પ્રમાણે આવું કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
8. વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિવાળાએ શિવલિંગ પર લાલ ચંદન અને કનેરના ફુલો અર્પણ કરવા જોઈએ. માન્યતા પ્રમાણે આવુ કરવાથી કરિયરમાં પ્રગતિ જોવા મળે છે.
9. ધન રાશિ
ધન રાશિવાળાએ મહાશિવરાત્રિએ શિવલિંગ પર 21 બિલિપત્ર અર્પણ કરવા જોઈએ. માન્યતા પ્રમાણે આવુ કરવાથી કાર્યોમાં સફળતા અને વિવિધ વિધ્ન દૂર થાય છે.
10. મકર રાશિ
મકર રાશિના જાતકોએ મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર સરસવ અથવા સરસવનું તેલ અર્પણ કરવું જોઈએ. આવુ કરવાથી જીવનમાં ધન- ધાન્ય વધે છે.
11. કુંભ રાશિ
કુંભ રાશિના જાતકોએ મહાશિવરાત્રિએ શિવલિંગ પર નીકકમલના ફૂલ ચઢાવવા જોઈએ. એવી માન્યતા છે કે, આવુ કરવાથી મહાદેવના આર્શિવાદ પ્રાપ્ત થાય છે.
12. મીન રાશિ
મીન રાશિના લોકોએ મહાશિવરાત્રિએ બેસનના લાડુ અર્પણ કરવા જોઈએ. એવી માન્યતા છે કે, આવું કરવાથી દાંપત્ય જીવનમાં સુખ પ્રાપ્ત થાય છે.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી. ઉલ્લેખનીય છે કે, આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.