Visit of Union Minister of State for Culture Modhera

Visit of Union Minister of State for Culture Modhera: કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્ય મંત્રીએ કરી મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત,કલાત્મક શિલ્પકૃતિઓથી થયા પરિચિત

Visit of Union Minister of State for Culture Modhera: દેશના પ્રધાનમંત્રીનાં જન્મ સ્થળની મુલાકાત લઇ મને ખૂબ આનંદ અનુભવ્યો હતો

ગાંધીનગર, 19 મેઃ Visit of Union Minister of State for Culture Modhera: ગાંધીનગર ખાતે કેન્દ્રના આર્કિયોલોજી વિભાગ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે તા. 18 થી 20મે દરમિયાન ત્રિ-દિવસીય સૌ પ્રથમવાર વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ-2022 યોજાઇ રહી છે. જેના પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા બાદ, કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ ઐતિહાસિક એવા મોઢેરા સૂર્ય મંદિરની મુલાકાત લીધી હતી.

સૂર્યમંદિર, મોઢેરા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાના મોઢેરા ગામ ખાતે આવેલું પ્રાચીન સૂર્ય મંદિર સંકુલ છે. તે પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. તેને સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી દ્વારા ઇ.સ. 1026-1027 દરમિયાન બનાવવામાં આવ્યું હતું. તેમણે શિલ્પ,સ્થાપત્ય અને કલાના ત્રિવેણી સંગમ એવા એક હજાર વર્ષ જૂનાં વિશ્વ વિખ્યાત મોઢેરાનાં સૂર્યમંદિરની મુલાકાત લઇ, બારીકાઇપુર્વક વિવિધ શિલ્પોનું નિરીક્ષણ કરી, મોઢેરાના ગાઇડ ગિરીશ ગોસ્વામી પાસેથી ઇતિહાસ અને સંસ્કૃતિની રસપૂર્વક  જાણકારી મેળવી હતી.

આ પણ વાંચોઃ Sunil jakhar join bjp: કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પંજાબના વરિષ્ઠ નેતા સુનીલ જાખડ આજે ભાજપમાં જોડાયા છે

આ  મુલાકાત વેળાએ તેમની સાથે દિલ્હીમાં કેન્દ્રની ફ્લેગશીપ યોજનાઓના અમલીકરણના ગુજરાતના નોડલ અધિકારી તરીકે કાર્યરત નિલમ રાની,જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ,જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ, આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના વડોદરા સર્કલના સુપ્રિટેન્ડેન્ટ ઓફ આર્કિયોલોજી  સુબ્રમણ્યમ, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેકટર એસ.ડી.ગિલવા અને મહેસાણાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ ટેકે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં જન્મ સ્થળની મુલાકાત લઇ મને ખૂબ આનંદ અનુભવ્યો હતો.

(સોર્સઃ ન્યુઝ સર્ચ)

આ પણ વાંચોઃ Navjot Sidhu sentenced to jail : પંજાબ 1988ના રોડ રેજ કેસમાં નવજોત સિંહ સિદ્ધુને એક વર્ષની સજા

Gujarati banner 01