Sticker on the Fruit: ફળ અને શાકભાજી પર લગાવેલા સ્ટીકરો દ્વારા જાણી શકાય કે તે ખાવા લાયક છે કે નહીં- વાંચો વિગત
Sticker on the Fruit: ફળ અને શાકભાજી પર લગાવેલા સ્ટીકરને PLU કોડ અથવા કિંમત લુકઅપ કોડ પણ કહેવામાં આવે છે

હેલ્થ ડેસ્ક, 21 મેઃ Sticker on the Fruit: આપણે જોયુ હશે કે ફળ અને શાકભાજી પર સ્ટીકર લગાવામાં આવે છે. જેનો જુદા -જુદો અર્થ થાય છે. તેના પરથી જાણી શકાય છે કે આ ફળ અને શાકભાજી ખાવા લાયક છે કે નહી.
ફળ અને શાકભાજી પર લગાવેલા સ્ટીકરને PLU કોડ અથવા કિંમત લુકઅપ કોડ પણ કહેવામાં આવે છે. જો તમને લાગે છે કે આ સ્ટીકરો માત્ર ડિઝાઇન માટે છે તો તમે ખોટા છો. વાસ્તવમાં આ સ્ટીકરો આપણને કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરે છે.
ફળના સ્ટીકર પર લખાયેલ કોડ ચાર અંકનો હોય અને આ કોડ 3 શરુ થતો હોય તો તેનો અર્થ એ છે કે ફળ ઉગાડવા માટે પુષ્કળ પ્રમાણમાં ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:- Homemade Beauty Tips: ચહેરા પરના ડાઘ દૂર કરવા અને ફેસ ચમક વધારવા ટ્રાય કરો આ ઘરેલૂ ઉપાય
ફળ અને શાકભાજી પર લગાવેલા સ્ટીકર પર 4 આંકનો કોડની શરુઆત 4થી શરુ થતી હોય તો આ ફળનું ઉત્પાદન આધુનિક કૃષિ તકનીકથી કરવામાં આવ્યું છે. દરેક વ્યક્તિ જાણે છે કે જંતુનાશકો તમારા શરીર માટે હાનિકારક છે.
જો સ્ટીકર પર કોડ 8 થી શરૂ થાય છે અને તેમાં પાંચ અંક છે, તો તેનો અર્થ એ છે કે ફળ અથવા શાકભાજી ઓર્ગેનિક રીતે ઉગાડવામાં આવ્યા છે અને તેમાં આનુવંશિક ફેરફારો કરવામાં આવ્યા છે. આ સ્ટીકરનો ઉપયોગ મોટાભાગે કેળા, પપૈયા અને તરબૂચ પર લગાવામાં આવ્યો છે.
ફળ પર લગાવેલા સ્ટીકર પર આ કોડ 9 થી શરૂ થાય છે અને તેમાં પાંચ અંક છે, તો તેનો અર્થ એ છે કે ફળ અથવા શાકભાજી જંતુનાશકો અને GMO વિના ઉગાડવામાં આવ્યા છે અને તેને ઉગાડવા માટે જૂની ખેતી પદ્ધતિઓનો ઉપયોગ કરીને ઉગાડવામાં આવ્યા છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો