Artificial intelligence will be detect the disease

Artificial intelligence will be detect the disease: હવે આઈ સ્કેનિંગથી જ ખ્યાલી આવી જશે રોગ! જાણો વિસ્તારે…

Artificial intelligence will be detect the disease: Google AIના ઊંડા વિશ્લેષણનો ઉપયોગ કરીને માત્ર આંખના રેટિનાને સ્કેન કરીને ઘણી બીમારીઓ શોધી શકાય છે: સુંદર પિચાઈ

કામની ખબર, 22 જૂનઃ Artificial intelligence will be detect the disease: AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી શાળા, કોલેજ કે ઓફિસ વગેરેનું કામ ઝડપથી અને સચોટ રીતે કરી શકાય છે. પરંતુ શું તમે જાણો છો કે AI જલ્દી જ બીમારીને શોધી શકશે અને તે સારવારમાં પણ મદદ કરશે. આ વાત ગૂગલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુંદર પિચાઈએ કહી છે.

વાસ્તવમાં, માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર એક વીડિયો સામે આવ્યો છે, જે ગૂગલની જૂની ઇવેન્ટનો છે. આ વીડિયોમાં સુંદર પિચાઈ ગૂગલ AIના ફીચર્સ જણાવી રહ્યા છે. આ સાથે તેમણે જણાવ્યું કે કેવી રીતે આ AI સિસ્ટમ મેડિકલ સેક્ટરમાં ક્રાંતિકારી બદલાવ લાવશે.

રેટિના સ્કેનથી રોગોની ખબર પડશે

Google AI ટૂંક સમયમાં ઘણા ક્ષેત્રોને મજબૂત કરશે. સુંદર પિચાઈએ કહ્યું કે Google AIના ઊંડા વિશ્લેષણનો ઉપયોગ કરીને માત્ર આંખના રેટિનાને સ્કેન કરીને ઘણી બીમારીઓ શોધી શકાય છે. આટલું જ નહીં તે રોગોની આગાહી પણ કરી શકે છે. આ માટે બ્લડ સેમ્પલ અને ચીરા વગેરે લગાવવાની જરૂર રહેશે નહીં.

Xray અને CT Scan કરવાની જરૂર નથી

માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર એક યુઝરે સુંદર પિચાઈનો વિડીયો શેર કર્યો અને લખ્યું કે હવે માત્ર આંખના સ્કેનથી જ ઘણી બીમારીઓ જાણી શકાય છે, જેના માટે હાલમાં CT Scan, MRI અને એક્સરે વગેરે કરવામાં આવે છે.

સુંદર પિચાઈએ કહ્યું કે માત્ર એક રેટિના સ્કેનથી ઉંમર, Biological Sex, Smoking હેબિટ, ડાયાબિટીસ, BMI અને બ્લડ પ્રેશર વિશે માહિતી મળશે. વીડિયો અનુસાર દરેક માહિતીમાં બે ઓપ્શન આપવામાં આવ્યા છે, જેમાંથી એકમાં આગાહી અને વાસ્તવિક સ્થિતિ મળશે.

આ પણ વાંચો… Nine IAS probationers allotted in Gujarat visited CM: ગુજરાતમાં ફાળવાયેલા ર૦રર બેચના નવ આઇ.એ.એસ પ્રોબેશ્નર્સ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો