Bank information: આ ત્રણ બૅન્કોમાં પહેલી ઑક્ટોબરથી નહીં ચાલે જૂના ચેક; અહીં વાંચો વિગત
Bank information: હાલમાં ઘણી બૅન્કોનું અન્ય બૅન્કો સાથે મર્જર થયું છે. હવે આ બૅન્કો પોતાના નીતિનિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. તમે પણ જાણી લો તમારું ખાતું આ બૅન્કમાં તો નથીને?
અમદાવાદ,૧૫ સપ્ટેમ્બર: Bank information: જો તમારું બૅન્ક ખાતું પણ આ જાહેર બૅન્કોમાં છે, તો ચેકબુક સમયસર બદલો. આ બૅન્કો એવી છે જે તાજેતરમાં અન્ય બૅન્કોમાં મર્જ થઈ છે. 1 ઑક્ટોબર, 2021થી બૅન્કોના મર્જરને કારણે ખાતાં નંબરો, IFSC અને MICR કોડમાં ફેરફારને કારણે બૅન્કિંગ સિસ્ટમ જૂના ચેકને માન્યતા આપશે નહીં. આ બૅન્કોની તમામ ચેકબુક અમાન્ય થઈ જશે. એથી આ તમામ બૅન્કોના ગ્રાહકોને તાત્કાલિક તેમની શાખાની મુલાકાત લેવા અને નવી ચેકબુક માટે અરજી કરવાની સલાહ આપવામાં આવી છે.
આ બૅન્કોની ચેકબુક અમાન્ય રહેશે
Bank information: અલ્હાબાદ બૅન્ક, ઓરિએન્ટલ બૅન્ક ઑફ કૉમર્સ અને યુનાઇટેડ બૅન્ક ઑફ ઇન્ડિયાની ચેકબુક અને MICR કોડ 1 ઑક્ટોબરથી અમાન્ય થવા જઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે અલ્હાબાદ બૅન્ક, ઇન્ડિયન બૅન્ક સાથે મર્જ થઈ છે, જે 1 એપ્રિલ, 2020થી અમલમાં આવી છે. જ્યારે ઓરિએન્ટલ બૅન્ક ઑફ કૉમર્સ અને યુનાઇટેડ બૅન્ક ઑફ ઇન્ડિયાને પંજાબ નૅશનલ બૅન્કમાં મર્જ કરવામાં આવી હતી, જે 1 એપ્રિલ, 2019થી અમલમાં આવી હતી.
આ પણ વાંચો…Italy MOU: મંત્રીમંડળે ભારત અને ઇટાલી વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ) ને મંજૂરી આપી