modi cabinet 600x337 1

Italy MOU: મંત્રીમંડળે ભારત અને ઇટાલી વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ) ને મંજૂરી આપી

Italy MOU: મંત્રીમંડળે ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન અને મેનેજમેન્ટ ક્ષેત્રે સહકાર પર ભારત અને ઇટાલી વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ) ને મંજૂરી આપી

નવી દિલ્હી,૧૫ સપ્ટેમ્બર: Italy MOU: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને આપત્તિ જોખમ ઘટાડવા અને સંચાલનના ક્ષેત્રમાં સહકાર પર ભારતની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (એનડીએમએ) અને ઇટાલીના ડીપાર્ટમેન્ટ ઓફ સિવિલ પ્રોટેક્શન ઓફ ધી પ્રેસિડેન્સી ઓફ ધી કાઉન્સિલ ઓફ મીનીસ્ટર્સ વચ્ચેના સમજૂતી કરાર (એમઓયુ) અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

લાભો:

ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટના ક્ષેત્રમાં સહકાર અંગેના સમજૂતી કરાર પર કે જે ભારતની એનડીએમએ અને ઇટાલીના ડીપાર્ટમેન્ટ ઓફ સિવિલ પ્રોટેક્શન ઓફ ધી પ્રેસિડેન્સી ઓફ ધી કાઉન્સિલ ઓફ મીનીસ્ટર્સ વચ્ચે હસ્તાક્ષર થયા હતા.

આ સમજૂતી કરાર (Italy MOU) એક એવી વ્યવસ્થા લાવવા માંગે છે, જેના દ્વારા ભારત અને ઇટાલી બંને એકબીજાના આપત્તિ વ્યવસ્થાપન મિકેનિઝમ્સથી ફાયદો ઉઠાવશે અને તે આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં સજ્જતા, પ્રતિભાવ અને ક્ષમતા નિર્માણના ક્ષેત્રોને મજબૂત બનાવવામાં મદદ કરશે.

આ પણ વાંચો…Ambaji Security: આજે અંબાજી મંદિર માં બૉમ્બ ડીટેકટીવ ડિસ્પોઝલ ટિમ તેમજ ડોગ સ્કોડ દ્વારા ચેકીંગ; શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે

ભારતની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (એનડીએમએ) અને ઇટાલીના ડીપાર્ટમેન્ટ ઓફ સિવિલ પ્રોટેક્શન ઓફ ધી પ્રેસિડેન્સી ઓફ ધી કાઉન્સિલ ઓફ મીનીસ્ટર્સ વચ્ચે આપત્તિ જોખમ ઘટાડવા અને સંચાલનના ક્ષેત્રમાં સહયોગ અંગેના સમજૂતી કરાર પર જૂન, 2021માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

Whatsapp Join Banner Guj