Civil OPD helpline number: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં O.P.D. સેવા માટે હેલ્પલાઇન નંબર કાર્યરત
હોસ્પિટલના ઓ.પી.ડી. અને ટ્રોમા સેન્ટરમાં PMJAY-MA કાર્ડના લાભાર્થીઓ માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરાઇ
PMJAY-MA યોજનાના લાભાર્થીઓને શ્રેષ્ઠ અને ઝડપી સારવાર આપવા સિવિલ હોસ્પિટલ તંત્ર કટિબધ્ધ છે : ડૉ. રાકેશ જોષી, સિવિલ સુપ્રીન્ટેન્ડન્ટ
Civil OPD helpline number: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં O.P.D. સેવા માટે 94294 82020 હેલ્પલાઇન નંબર
અહેવાલ: અમિતસિંહ ચૌહાણ
અમદાવાદ, ૨૯ સપ્ટેમ્બર: Civil OPD helpline number: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો કરવા અને આરોગ્યલક્ષી સારવાર અને સુવિધાને વધુ સરળ બનાવવા ઓ.પી.ડી. સેવા માટે અલાયદો હેલ્પ લાઇન નંબર 9429482020 કાર્યરત કરવામાં આવ્યો છે.
સવારે 9:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી દર્દીઓ ઉક્ત હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરીને ઓ.પી.ડી. વિષયક જાણકારી મેળવી શકશે.આ સંદર્ભે વધુ વિગતો આપતા સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, વિવિધ વિભાગની ઓ.પી.ડી.ના દિવસો, સુપર સ્પેશ્યાલિટી 1200 બેડ હોસ્પિટલની અલાયદી ઓ.પી.ડી. સેવા , ખાસ કરીને બહાર ગામ થી આવતા દર્દીઓને સરળતાથી ઓ.પી.ડી. ની જાણકારી મળી રહે તેમને સધન અને સરળ રીતે સારવાર મળી રહે તે હેતુથી સિવિલ હોસ્પિટલ દ્વારા અલાયદો હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યો છે.

તાજેતરમાં જ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ દ્વારા સમગ્ર રાજ્યમાં આપ કે દ્વાર આયુષ્યમાન મેગાડ્રાઇવનો શુભારંભ કરાવવામાં આવ્યો છે.આયુષ્યમાન સેવાઓ સરળતાથી અને ઝડપી મળી રહે તે માટે ગ્રીન કોરિડોર વ્યવસ્થાપનની પણ શરૂઆત કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ દ્વારા આ સેવા સંલગ્ન PMJAY-MA કાર્ડના દર્દીઓ માટે અલાયદા લીલા કલરના કેશ પેપર તૈયાર કરવામાં આવ્યા છે.
PMJAY-MA દર્દીઓ માટે ઓ.પી.ડી. વિભાગમાં 9 અને 10 નંબરની બારી કાર્યરત કરાવવામાં આવી છે. જ્યારે ટ્રોમા સેન્ટરમાં પણ રૂમ નંબર 16 માં અને 0 નંબરમાં અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. PMJAY-MA કાર્ડ અંતર્ગત દર્દીને સરળતાથી ઝડપી અને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટેનું સુદ્રઢ આયોજન સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા કરવામાં આવ્યું હોવાનું સિવિલ સુપ્રીન્ટેન્ડન્ટે ઉમેર્યુ હતુ.