usa guj function 2

9th International SPCS Convention: અમેરિકામાં 9મું આંતરરાષ્ટ્રીય SPCS સંમેલન ‘અવસર’ સફળતા પૂર્વક સંપન્ન

9th International SPCS Convention: અમેરિકામાં 9મું આંતરરાષ્ટ્રીય SPCS સંમેલન ‘અવસર’ સફળતા પૂર્વક સંપન્ન, 2600થી વધુ લોકો કાર્યક્રમમાં જોડાયા.

અમેરિકા, 15 જુલાઈ: 9th International SPCS Convention: ધ સૌરાષ્ટ્ર પટેલ કલ્ચર સમાજ કન્વેન્શન દ્વારા ’અવસર’ નામે 1 જુલાઇથી 3 જુલાઇ 2023 દરમ્યાન અમેરિકામાં એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. સમગ્ર અમેરિકામાંથી 2600થી વધારે લોકો આ કાર્યક્રમને મનભરીને માણ્યો હતો. SPCSના ઇતિહાસમાં માઇલસ્ટોન સમાન આ કાર્યક્રમને લોકોનો અભુતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો.

આ કાર્યક્રમમાં મનોરંજક કાર્યક્રમ, સેમિનાર, ડાન્સ, સંગીત સહિતના અનેકવિધ પોગ્રામ રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમે લોકોને નેટવર્કીંગ, ઉદ્યોગસાહસિકતા, સંતાનોના લગ્નો અને આઇડિયા શેરીંગ માટેનું પ્લેટફોર્મ પુરૂ પાડ્યું હતુ. કેનેડા, યુનાઇટેડ કિંગડમ અને ભારતના પ્રતિષ્ઠિત મહેમાનોએ હાજરી રહીને આ કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો. અહીં SPCS ના ટ્રસ્ટી જયભાઈ ધડુકે આધ્યાત્મિકતા વિશે સમજ આપી હતી જ્યારે ખોડલધામના નરેશભાઈ પટેલે SPCSની એકતાની પ્રશંસા કરી હતી.

ઉપસ્થિતોએ SPCS ના ઈતિહાસમાં ‘અવસર’ સંમેલનને સર્વશ્રેષ્ઠ ગણાવ્યું હતુ. આ સંમેલનની સફળતા 150 થી વધુ સ્વયંસેવકો અને SPCS મેનેજમેન્ટના અવિરત પ્રયાસોનું પરિણામ હતું જેમણે છેલ્લા એક વર્ષથી આ માટે મહેનત કરી હતી.

usa guj function

ઉલ્લેખનીય છે કે SPCS સંમેલન દર ચાર વર્ષે ભેગા મળીને આપણા ઉજ્જવળ વારસા અને સંસ્કૃતિની ઉજવણી કરે છે. જેના થકી પરિવારોના સભ્યોને એકબીજાને મળવાની અને નેટવર્કિંગની તક મળે છે. SPCS વિશે વધુ વિગતો માટે www.spcsusa.org પર ઉપલબ્ધ છે.

આ પણ વાંચો:Gold Smuggler: દુબઈથી દાણચોરીનું સોનું લઈને આવેલા એક યુવક અને તેના સાથીદારની થઈ ધરપકડ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *