NVK

Agricultural Science Centre: દ્રારા આયોજીત ખેડૂત સભા દરમિયાન વાર્તાલાપ અને પ્રગતિશીલ ખેડૂતોને પ્રમાણપત્ર એનાયત

google news png

સોમનાથ, 04 જુલાઈ: Agricultural Science Centre: ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા રાજયના ઝોન ૮ના ડાયરેક્ટર ડે.એસ.કે.રોય, આઈ.સી.એ.આર, અટારી-પૂને દ્રારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મૂલાકાત કરવામાં આવી હતી. તેમણે કેવિકે દ્રારા આયોજીત ખેડૂત સભા દરમિયાન વાર્તાલાપ કર્યો અને પ્રગતિશીલ ખેડૂતોને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા.

આ કાર્યક્રમ ડે.એચ.સી. છોડવડીયા, એડીઈ-જૂયુ-જૂનાગઢ, કિરીટભાઈ જસાણી-પ્રોગ્રામ મેનેજર, અંબુજા ફાઉન્ડેશન અને કૃપિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈિજ્ઞાનિક અને વડાથી જીતેન્દ્ર સિંહની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ પણ વાંચો:- Swamiji ni vani Part-32: શું માત્ર ધન-સંપત્તિથી આપણને સંતોષ થવાનો છે? વિચારજો જરૂરથી..

આ કાર્યક્રમ બાદ અતિથિઓએ કેવીકેના વિવિધ પ્રદર્શન એકમો જેવા કે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, માટી અને પાણી પરિક્ષણ પ્રયોગશાળા, ગૃહ વિજ્ઞાન પ્રયોગશાળા, કેવીકે મ્યુઝીયમ, મરઘાપાલન ડેમો યુનિટ, પ્રાકૃતિક કૃષિ ડેમો યુનિટ, એઝોલા-વર્મિકમ્પોસ્ટ યુનિટ તથા કેવિકે દ્રારા પ્રમોટેડ SFPCL FPO વગેરેની મૂલાકાત લીધી.

મુખ્ય અતિથિ એવા ડાયરેક્ટરએ કેવિકે ટીમ દ્રારા કરવામાં આવતી પ્રવૃતિઓ અંગે વાર્તાલાપ કરી પ્રશંસા કરેલ અને અભિનંદન પાઠવ્યા.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *