AU bank ambulance gift swaminarayan hospital 2

AU Small Finance Bank: એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે ગુજરાતમાં મોબાઇલ મેડિકલ યુનિટનું કર્યું દાન

એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે (AU Small Finance Bank) ગુજરાતમાં બીએપી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટને મોબાઇલ મેડિકલ યુનિટનું દાન કર્યું

વલસાડ જિલ્લાના 19 ગામોમાં વંચિત સમુદાયના 60,000 લોકોને ગુણવત્તાસભર મેડિકલ સુવિધાઓની વધુ સારી ઉપલબ્ધતા પૂરી પાડી

google news png

અમદાવાદ, 24 જૂન: AU Small Finance Bank: ભારતની સૌથી મોટી એસએફબી એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે (એયુ એસએફબી) તેના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) પ્રોગ્રામ હેઠળ અમદાવાદમાં બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ (બીએપી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ)ને મોબાઇલ મેડિકલ યુનિટ (એમએમયુ)નું આજે દાન કર્યું હતું. આ યુનિટ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના 19 ગામોમાં ફરશે અને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડશે. તે આ ગામોમાં સુવિધાઓથી વંચિત લગભગ 60,000થી વધુ લોકોને હેલ્થકેર સેવાઓની વધુ સારી ઉપલબ્ધતા પૂરી પાડશે.

એરકન્ડિશન્ડ એમએમયુ શહેરોમાં હોસ્પિટલોની મુલાકાત લેવા માટે અસમર્થ એવા ગ્રામીણ અને અંતરિયાળ સ્થળોના લોકોને પ્રાથમિક હેલ્થકેર સેવાઓ પૂરી પાડવા માટે સારી રીતે સજ્જ છે. તે અવિરત વીજ પુરવઠો ધરાવતા સંપૂર્ણ સજ્જ મોબાઇલ ક્લિનિક તરીકે કામ કરે છે જેમાં ડોક્ટર, મેડિકલ આસિસ્ટન્ટ અને ડ્રાઇવરનો સ્ટાફ હોય છે. પૂરી પાડવામાં આવેલ તમામ સારવાર મફત છે. આ ઉપરાંત આ યુનિટ એજ્યુકેશન બ્રોશર્સ, પબ્લિકેશન્સ અને ઈનબિલ્ટ પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા સામાન્ય તબીબી પરિસ્થિતિઓના નિવારણ અને સારવાર અંગે જાગૃતિ લાવવા માટે પણ કામ કરે છે.

આ પણ વાંચો:- Namo Laxmi: ‘નમો લક્ષ્મી’ પોર્ટલ પર શાળા નોંધણીમાં આ જિલ્લાની શાળાઓ મોખરે

બીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલ ખાતે આ મોબાઇલ મેડિકલ યુનિટને આજે લીલીઝંડી આપવામાં આવી હતી. આ પ્રસંગે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના ઇન્ટરનેશનલ કન્વીનર સાધુ ઈશ્વરચરણદાસ, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના કોર કમિટિ સભ્યો સાધુ વિવેકજીવનદાસ અને સાધુ નિખિલેશદાસ તથા એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના નેશનલ બિઝનેસ મેનેજર – બ્રાન્ચ બેંકિંગ સૌરભ ઘોષ ઉપસ્થિત રહ્યા હતા.

બીએપી પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાતના ગ્રામીણ અને આદિવાસી લોકો માટે તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે 50 વર્ષથી વધુ સમયથી સક્રિયપણે કામ કરી રહ્યું છે. બીએપી પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ તેમની હોસ્પિટલો, હેલ્થકેર સેન્ટરો અને તેમની મોબાઈલ મેડિકલ વાન દ્વારા હજારો દર્દીઓની સારવાર કરે છે. મોબાઈલ મેડિકલ યુનિટમાં તમામ સારવાર, સહાય અને દવાઓ દર્દીઓને તદ્દન મફત આપવામાં આવે છે.

એયુ એસએફબીનું યોગદાન ગ્રામીણ દર્દીઓને ગુણવત્તાયુક્ત મેડિકલ સર્વિસીઝની એક્સેસ પ્રદાન કરીને તેમના પ્રયત્નોને વધારવામાં મદદ કરશે.

AU Small Finance Bank gift ambulance

આ પહેલ અંગે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના (AU Small Finance Bank) સ્થાપક, એમડી અને સીઈઓ સંજય અગ્રવાલે જણાવ્યું હતું કે, “અમને આ ઉમદા કાર્યમાં બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સાથે હાથ મિલાવતા આનંદ થાય છે. આ મોબાઈલ મેડિકલ યુનિટ (એમએમયુ) ગુજરાતના વલસાડ જિલ્લાના 19 અંતરિયાળ ગામડામાં હેલ્થકેર સેવાઓની બહેતર પહોંચ પ્રદાન કરવામાં અને ઓછી આવક ધરાવતી આદિવાસી વસ્તીના જીવનની ગુણવત્તામાં સુધારો કરવામાં મદદ કરશે. આ પહેલ અમે જ્યાં સેવા આપી રહ્યા છીએ ત્યાંના સમુદાયો માટે જીવનની ગુણવત્તા સુધારવા તરફ કેન્દ્રિત અમારા સીએસઆર પ્રયાસોને અનુરૂપ છે.”

બીએપી પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી સતીશ ચંદ્ર રાવલે આ ઉદાર કામગીરી માટે એયુ ફાઉન્ડેશનનો ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “દરેક નવું ઉમેરાયેલું એમએમયુ અમારા ટ્રસ્ટને અનેક ગામડાં સુધી પહોંચાડવામાં મદદ કરે છે અને તેથી હજારો ગ્રામજનોને સ્વસ્થ જીવન જીવવા માટે મદદ કરે છે.”

એયુ એસએફબી તેની સીએસઆર પાંખ એયુ ફાઉન્ડેશન દ્વારા ત્રણ મુખ્ય ફોકસ ક્ષેત્રોમાં સક્રિયપણે સંકળાયેલી છે: કૌશલ્ય વિકાસ, સ્પોર્ટ્સ અને મહિલા સશક્તિકરણ. કૌશલ્ય તાલીમ પરનો મુખ્ય કાર્યક્રમ, ‘AU Ignite’ 16 એકેડેમી દ્વારા કૌશલ્ય વિકાસની સુવિધા આપે છે, 78 ટકાથી વધુ પ્લેસમેન્ટ સાથે 17,902 તાલીમાર્થીઓને લાભ આપે છે. અન્ય એક અગ્રણી સીએસઆર પહેલ બનો ચેમ્પિયનનો ઉદ્દેશ્ય ગ્રામીણ યુવાનોને માર્ગદર્શક સ્પોર્ટ્સ ટ્રેનિંગ આપવાનો છે.

ટૂંકા ગાળામાં, આ કાર્યક્રમ રાજસ્થાનના 22 જિલ્લાઓમાં 64 ગ્રામીણ અને અર્ધ-શહેરી સ્થળોએ 8,100થી વધુ બાળકોના જીવનને પ્રભાવિત કરીને, 90 પ્રશિક્ષિત કોચ અને સબ કોચને રોજગારી આપતા પરિવર્તનકારી પ્રભાવમાં વિકસિત થયો છે. મહિલા સશક્તિકરણ પ્રોજેક્ટ ‘એયુ ઉદ્યોગિની’ મસાલા અને તેલના વ્યવસાય, હસ્તકલા અને બજાર જોડાણો દ્વારા પીડિત પૃષ્ઠભૂમિ ધરાવતી ગ્રામીણ મહિલાઓનું જતન કરે છે.

અત્યાર સુધીમાં, તેણે 2,300થી વધુ ગ્રામીણ મહિલાઓને સશક્ત બનાવી છે. આ ઉપરાંત, એયુ એસએફબી હેલ્થકેર, એજ્યુકેશન, એન્વાયર્નમેન્ટ અને રોડ સેફ્ટી અંતર્ગત વિવિધ પહેલો દ્વારા સમાજને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *