education VDR

Child service plan: મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભથી હિમંત વધી: બહેનને ભણાવીને ડોક્ટર બનાવીશ: તેજશભાઈ ભાભોર

Child service plan: માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર તેજસભાઈને એક દસ વર્ષની બહેન પણ છે. આમ, તેજસભાઈ પર પરિવારિક અને સામાજિક જવાબદારી આવી પડી છે.

અહેવાલ: રોહિત ઉસડદ

વડોદરા: ૩૦ જૂન: Child service plan: કોરોના મહામારીમાં કેટલાય લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. આ કપરી પરિસ્થિતિમાં રાજ્ય સરકારે સંવેદનશીલ અભિગમ દાખવીને કોરોના મહામારીમાં માતા-પિતા ગુમાવનાર બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ રૂ. 4000 ની માસિક સહાયની જાહેરાત કરી છે. ત્યારે આ યોજનાના લાભર્થીઓની હિંમત વધવાની સાથે ઉજ્જવળ ભવિષ્યના સપનાઓને નવી રાહ મળશે.

આ પણ વાંચો…Rathyatra 2021: 144 મી રથયાત્રાની તૈયારી શરુ, રથ નિકળનારા તમામ રસ્તા પર જનતા કરફ્યુ રહેશે- વાંચો વિગત

વડોદરા શહેરના વાઘોડીયા ચોકડી નજીક રહેતા 23 વર્ષિય તેજશભાઈ ભાભોરે 2014 માં કેન્સરના કારણે પિતા ગુમાવ્યા. ફરી કોરોના મહામારીમાં તેમના માતા પલ્લવીબેનને કોરોના ભરખી ગયો. ત્યારે માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર તેજસભાઈને એક દસ વર્ષની બહેન પણ છે. આમ, તેજસભાઈ પર પરિવારિક અને સામાજિક જવાબદારી આવી પડી છે.

Whatsapp Join Banner Guj

તેજસભાઈ આ સંઘર્ષશીલ સમયની વાત કરતા કહે છે કે, માતા-પિતા ગુમાવવાનુ દુખ કોણે ના હોય ? પણ રાજ્ય સરકારની મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના (Child service plan) કારણે હિંમત વધવાની સાથે ઉજ્જવળ ભવિષ્યના સપનાઓને નવી રાહ મળી છે. મારી બહેન તન્વી 10 વર્ષની છે, હવે રાજ્ય સરકારની આ યોજનાના લાભથી તેના અભ્યાસ માટે કોઈ નાણાંભીડનો સામનો નહી કરવો પડે. તેને ખૂબ ભણાવીને ડોક્ટર બનાવાનુ મારૂ સપનુ છે. હાલ હું પણ એમ.બી.એ નો અભ્યાસ કરી રહ્યો છું. આમ, કોરોના કાળમાં અમારા જેવા માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર હજારો બાળકોની સાચા અર્થમાં સરકાર આધાર બની છે.