Rathyatra 2021: 144 મી રથયાત્રાની તૈયારી શરુ, રથ નિકળનારા તમામ રસ્તા પર જનતા કરફ્યુ રહેશે- વાંચો વિગત

Rathyatra 2021: સવારે મંદિર મા પહિંદ વિધિ બાદ 6 વાગે ત્રણે રથમાં બેસી ને ભગવાન નગરચર્યા કરશે અને 1 વાગ્યા ની આસપાસ મંદિરમાં પરત ફરશે

અમદાવાદ, 30 જૂનઃRathyatra 2021: અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે રથ ખેંચનાર ખલાસીઓને રસી લેવાનું જણાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત મંદિરના સેવક, ટ્રસ્ટી અને મહંત દિલીપદાસજીએ રસી લીધી છે. ભગવાનના નેત્રોત્સવ વિધિ માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

Whatsapp Join Banner Guj

આ સાથે જ બીજી તરફ ભગવાનના મોસાળ સરસપુર ખાતે રથયાત્રા(Rathyatra 2021)ને લઈને તૈયારીઓ ચાલી રહી છે. સરસપુર ખાતેના રણછોડજી મંદિર ભાણેજના સ્વાગત માટે તૈયાર છે. દર વર્ષની જેમ મામેરું અને ભાણેજનું ભાવભીનું સ્વાગત કરવા મોસાળ ખાતે તૈયારી શરૂ કરી દેવાઇ છે. બીજી બાજુ સ્થાનિક પોલીસ દ્વારા પણ ફૂટ પેટ્રોલિંગ કરીને રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ભગવાન જગન્નાથજી.બહેન સુભદ્રાજી.અને ભાઈ બલરામ શહેર ની નગર ચર્યા કરશે. કોરોના મહામારી ને કારણે સરકારી ગાઈડ લાઇન્સ પ્રમાણે ફક્ત ખલાસી અને ભગવાન ના રથ ભગવાન ના મોસાળ એટલે કે સરસપુર ના જાશે ..ભગવાન ત્યાં ફક્ત 10 થી 15 મિનિટ્સ માટે રોકાશે અને નિજ મંદિર પરત ફરશે. 12 જુલાઈ ના દિવસે નિકળનારી રથયાત્રા મા યાત્રા ના રૂટ પર જનતા કરફ્યુ લગાવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ આ પ્રસંગે ફરી વાર ગુજરાત મુલાકાતે આવશે. તેઓ 12 જુલાઈએ એક દિવસના ગુજરાત પ્રવાસે આવશે અને રથયાત્રાના દિવસે સહપરિવાર ભગવાન જગન્નાથના દર્શન કરશે. અમિત શાહ દર વર્ષે રથયાત્રાના દિવસે પરિવાર સાથે મંગળા આરતીમાં હાજર રહે છે. ત્યારે તેઓ આ વખતે પણ રથયાત્રા(Rathyatra 2021)ના દિવસે ભગવાન જગન્નાથના દર્શન કરશે.

આ પણ વાંચોઃ Amul milk rate: સામાન્ય માણસનું દૂધ પીવું પણ મુશ્કેલ, પેટ્રોલ બાદ અમૂલે દૂધના ભાવમાં કર્યો વધારો- આવતીકાલથી ભાવ વધારો લાગુ