CM somnath

CM Somnath Pooja: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા

  • CM Somnath Pooja: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચિંતન શિબિરના પ્રારંભ પહેલાં શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા
  • મુખ્યમંત્રીએ પ્રવાસન અને વન મંત્રી મુળુભાઈ બેરા સાથે સોમેશ્વર પૂજા કરી
  • મુખ્યમંત્રીના હસ્તે સોમનાથ ટ્રસ્ટના માહિતી કેન્દ્રમાં પ્રસારિત થનાર શ્રદ્ધાળુઓ માટેની ઇન્ફોર્મેટીવ ડોક્યૂમેન્ટરીનું વિમોચન
google news png

સોમનાથ, 21 નવેમ્બર: CM Somnath Pooja: રાજ્ય સરકારની ૧૧ મી ચિંતન શિબિરમાં સહભાગી થવા સોમનાથ પહોચેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભાવપૂર્વક પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી સોમેશ્વર પૂજા કરી હતી.

સોમનાથ મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે. ડી.પરમાર અને સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈએ મુખ્યમંત્રીનું પૂષ્પગુચ્છ વડે સ્વાગત અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને ગંગાજળ અભિષેક કરી સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી અને પુષ્પમાળા અર્પણ કરી હતી.

CM Somnath Pooja

આ પણ વાંચો:- Indian Television: આપણા દેશમાં ટીવી માત્ર ટેલિવિઝન નથી: વૈભવી જોશી

Education Minister gave instructions: ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરી શકશે નહિ

મુખ્યમંત્રી સાથે વન અને પ્રવાસન મંત્રી મૂળુભાઇ બેરાએ સોમનાથ મહાદેવની સોમેશ્વર પૂજા કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરીને રાજ્યના સૌ નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

મુખ્યમંત્રીએ સોમનાથ ટ્રસ્ટના માહિતી કેન્દ્રમાં પ્રસારિત થનાર શ્રદ્ધાળુઓ માટેની ઇન્ફોર્મેટીવ ડોક્યુમેન્ટરીનું વિમોચન પણ કર્યું હતું.

Buyer ads

આ પ્રસંગે મુખ્યમંત્રી સાથે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર, સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો