રાજ્ય સરકારે સ્મશાનગૃહોના અદના કર્મચારી(corona Worries)ઓ માટે લીધો મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય- વાંચો આ માહિતી

  • રાજ્યના સ્મશાનગૃહોના કર્મચારીઓને કોરોના વોરિયર્સ ગણવામાં આવશે
  • રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને(corona Worries) મળવાપાત્ર લાભ તારીખ 1 એપ્રિલ 2020ની અસરથી આપવાનો નિર્ણય
  • સ્મશાનગૃહમાં ફરજ બજાવતા કોઈ કર્મચારીનું કોરોનાને કારણે અવસાન થાય તો તેમના પરિવાર-વારસદારોને રૂપિયા 25 લાખની સહાય પણ રાજ્ય સરકાર આપશે

ગાંધીનગર, 12 મેઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના સ્મશાનગૃહોમાં મૃતદેહોના અંતિમ સંસ્કારની સેવા કામગીરી કરતાં અદના કર્મચારીઓ એવા સ્મશાનગૃહના કર્મચારીઓને(corona Worries) પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં તેઓની કપરી સેવા- કામગીરીને ધ્યાનમાં રાખી એક મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય કોર કમિટીની બેઠકમાં કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યના સ્મશાનગૃહોના આવા કર્મચારીઓને કોરોના વોરિયર્સ ગણીને તેમને પણ રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સ(corona Worries)ને મળવાપાત્ર લાભ તારીખ 1 એપ્રિલ 2020ની અસરથી આપવાનો નિર્ણય કર્યો છે.

Whatsapp Join Banner Guj

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને નિયમિત મળતી કોર કમિટીની આ બેઠકમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલ, ગૃહ-રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્યસચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવઓ સર્વ પંકજકુમાર, ડૉ. રાજીવકુમાર ગુપ્તા, એમ.કે.દાસ તેમજ આરોગ્ય અગ્ર સચિવ શ્રીમતી ડૉ. જયંતિ રવી અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

ADVT Dental Titanium

આ પણ વાંચો….

ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણયઃ કોરોનાની સારવાર(corona treatment)ના ખર્ચમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારને મળશે મોટી રાહત