Ecobricks: ઇકોબ્રિકસ માંથી ઇનકમ” નો નવતર પ્રયોગ
Ecobricks: સમગ્ર ભારતમાં સૌ પ્રથમ વખત
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્વચ્છતા હિ સેવા ના બ્રાન્ડ એમ્બેસેડર ડો તેજસ દોશી દ્વારા ” ઇકોબ્રિકસ (Ecobricks) માંથી ઇનકમ” નો નવતર પ્રયોગ માં ફક્ત એક મહિના માં ત્રીસ હજાર (30000) થી વધુ ઈકો બ્રિકસ ભેગી થઈ
- એક મહિના માં દસ હજાર કિલો પ્લાસ્ટિક એકત્ર કરાયું

ભાવનગર, 21 જાન્યુઆરી: Ecobricks: સમગ્ર દેશમાં પ્લાસ્ટીક વેસ્ટનું વ્યવસ્થાપન ખુબ જ અગત્યનું છે અને તેનુ અલગથી એકત્રીકરણ કરવું મુશ્કેલ હોઇ તેના માટે સ્વચ્છતા હિ સેવા ના બ્રાન્ડ એમ્બેસેડર ડો તેજસ દોશી ના માર્ગદર્શન નીચે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એક નવી પહેલ કરવામાં આવેલ છે જે મુજબ પ્લાસ્ટીકની ઠંડા પીણા- મિનરલ વોટરની PET બોટલ્સમાં ઘરગથ્થુ ઉત્પન્ન થતો પ્લાસ્ટીક વેસ્ટ (carry bags, sachets) વગેરે ઠાસો-ઠાસ રીતે ભરીને Solid બનાવી તેનો ઉપયોગ Eco – Brick તરીકે કરાય છે.
શહેરના વિવિધ એકમો ( રેહણાંક-વાણિજય-શોપ-લારી ગલ્લા-પાન માવાની દુકાનો વગેરે)માં ઉત્પન્ન થતા પ્લાસ્ટીક (carry bags –નાસ્તાના પેકીંગમાં વપરાતા ઝબલા-પાન માવા-ગુટખાના કાગળ વગેરે)ને સાફ કરી ધોઇને પ્લાસ્ટીકની ૧ લીટર કે તેથી મોટી સાઇઝની સ્વચ્છ બોટલ્સ (PET સહિત)માં ઠોસ રીતે ભરી ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની તમામ ૧૩ વોર્ડની વોર્ડ ઓફિસે

- ચિત્રા ફુલસર નારી વોર્ડ – આખલોલ જકાતનાકા,
- વડવા બ વોર્ડ – તિનબતી ચોક ચાવડી ગેઈટ,
- પિરછલ્લા વોર્ડ – મહિલા કોલેજ સર્કલ યશવંતરાય નાટ્ય ગૃહ બાજુમાં મ્યુનિસિપલ શાળા ન. ૨૨,
- વડવા અ વોર્ડ – સી.ટી.બસ સ્ટેન્ડની બાજુમાં ગંગાજળીયા તળાવ,
- કુંભારવાડા વોર્ડ – શીતળામાની દેરી સામે નારી રોડ,
- બોરતળાવ વોર્ડ – બાલવાટીકા પાસે,(૭) તખ્તેશ્વર વોર્ડ – પારસીની અગીયારી સામે નવાપરા,
- કરચલીયાપરા વોર્ડ – પ્રભુદાસ તળાવ ફાયર સ્ટેશન,
- ઉ.ક્રૃષ્ણનગર રૂવા વોર્ડ – પ્રા.શાળા નં.૧૭ પાસે દિપક ચોક,
- કાળીયાબીડ વોર્ડ – BMC પૂર્વ ઝોનલ ઓફિસ, મંત્રેશ કોમ્પલેક્ષ સામે, વારાહી સોસાયટી
- દક્ષિણ સરદારનગર વોર્ડ- સિંધી સ્કુલ પાસે, સરદારનગર,
- ઉતર સરદારનગર વોર્ડ – સરદારનગર મ્યુનિ. શોપીંગ સેન્ટર,
- ઘોઘાસર્કલ વોર્ડ – મ્યુ.શાળા ચંદ્રમોલી શિવાજી સર્કલ પાસે) કલેકશન સેન્ટર પર આપી શકાશે.

જેની ખરાઇ થયા બાદ આવી બોટલો લાવનાર દરેક વ્યક્તિને કુલ ૦૩ બોટલ દિઠ રૂ.૧૦/- (દસ) મળશે. ઓછામાં ઓછી ત્રણ બોટલ્સનો જથ્થો સ્વીકારાશે. છુટક કે ખાલી કે તુટેલી બોટલ્સ સ્વીકારવામાં આવશે નહીં. આ સ્કીમ મુજબની ઇકો બ્રીક્સ (પ્લાસ્ટીક થી ઠોસ ભરેલ) બોટલ્સ સવારે ૯.૩૦ થી ૧૧.૦૦ ક્લાક અને બપોરે ૨.૩૦ થી ૪.૩૦ દરમ્યાન સ્ટાફની ઉપલબ્ધીને આધિન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની તમામ વોર્ડ ઓફિસે સ્વીકારવામાં આવશે જેનો ઉપયોગ મહાનગરપાલિકા દ્વારા વેસ્ટ ટુ વન્ડર પાર્ક બનાવવામાં કરવામાં આવનાર છે.
પ્લાસ્ટીક વેસ્ટને પ્લાસ્ટીકની જ બોટલમાં ઠોસ ભરીને શહેરને પ્લાસ્ટીક મુક્ત બનાવવાની તથા ડો તેજસ દોશી ના માર્ગદર્શન નીચે નવિનત્તમ વેસ્ટ ટુ વન્ડર પાર્ક બનાવવાની પહેલમાં ભાગીદાર બની શહેરને સ્વચ્છ બનાવવા મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને અનુરોધ કરવામાં આવે છે.
એક મહિના થી શરૂ થયેલ આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં ત્રીસ હજાર (૩૦૦૦૦) થી વધુ ઈકો બ્રિકસ એટલે કે ( ૧૦૦૦૦ કિલો પ્લાસ્ટિક ) ભેગુ થયુ છે, ભાવનગર ના નાગરિકો, વિદ્યાર્થીઓ, સફાઈ કામદારો ખૂબ સુંદર રીતે આ કાર્ય માં ભાગ લઈ રહ્યા છે અને ભાવનગર ને પ્લાસ્ટિક મુક્ત બનાવવા તરફ આગળ વધી રહ્યા છે.