Har Ghar Tiranga

Har Ghar Tiranga: રાષ્ટ્રભાવનાને બળવત્તર બનાવતા “હર ઘર તિરંગા” અભિયાનને ગુજરાતમાં મળ્યો વ્યાપક પ્રતિસાદ

Har Ghar Tiranga; રાજ્યભરના નાગરીકો ઉત્સાહભેર હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થયા

google news png

ગાંધીનગર, 10 ઓગસ્ટ: Har Ghar Tiranga: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં આઝાદીના ૭૮માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ‘હર ઘર તિરંગા’ યોજાઇ રહ્યું છે. હર ઘર તિરંગા અભિયાનને રાજ્યમાં વ્યાપક આવકાર મળી રહ્યો છે. રાજ્યભરના નાગરીકો રાષ્ટ્રપ્રેમના આ અવસરમાં ઉત્સાહભેર જોડાઈને અભિયાનને ભરપૂર વેગ આપી રહ્યા છે.

ગુજરાતભરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ચિત્ર, રંગોળી જેવી વિવિધ સ્પર્ધા ઉપરાંત તિરંગા સેલ્ફી, તિરંગા શપથ, તિરંગા કેન્વાસ, તિરંગા ટ્રીબ્યુટ, તિરંગા મેળા અને તિરંગા રન જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

મહેસાણાના વિસનગરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે શાળાના બાળકો દ્વારા આયોજીત તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે રાજ્યના નાગરિકોને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થવાનો અનુરોધ કર્યો હતો. બીજી બાજુ નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના પ્રબળ બને તે હેતુસર કચ્છ જિલ્લામાં આજે આઇકોનિક સ્થળ કોટેશ્વર, માંડવી બીચ, માતાના મઢ તથા ધોળાવીરા ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી.

આ પણ વાંચો:- Rail ticket payment through QR code: રાજકોટ ડિવિઝનના રેલવે મુસાફરો હવે QR કોડ દ્વારા ટિકિટનું ભાડું ચૂકવી શકશે

વડોદરા જિલ્લાના બીથલી, સાધલી, દિવેર, સાધી અને ધાવટ ગામમાં સહિત અનેક ગામોમાં દેશભક્તિના સૂત્રોચ્ચાર અને દેશની આન બાન અને શાન એવા તિરંગાને લહેરાવીને પોતાના ગામજનોને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા માટે લોકોને પ્રેરિત કર્યા હતા. તિરંગા યાત્રા દરમ્યાન બાળકોએ લોકોને ઘરે ઘરે જઈને લોકોને હર ઘર તિરંગા અભિયાનનું મહત્વ સમજાવ્યું હતું. આ સાથે દેશના વીર સપૂતો, દેશની આઝાદી માટે પ્રાણ ન્યોચ્છાવર કરનાર ક્રાંતિકારીઓ અને આઝાદીના લડવૈયાઓનાં બલિદાનની ગાથા લોકો સુધી પહોંચાડીને દેશપ્રેમનો ગ્રામ જનોને દેશપ્રેમના રંગે રંગ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ની ઉજવણી અંતર્ગત સૂત્રાપાડા તાલુકાના લોઢવા ગામે કન્યાશાળાથી મુખ્યચૉક સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી.આ તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા હતાં. કન્યા શાળામાં ચિત્ર અને રંગોળી વેશભૂષા વગેરે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Rakhi Sale 2024 ads

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત પોરબંદરની પંચવટી સોસાયટીના આંગણવાડી કેન્દ્રમાં દેશ ભક્તિનો કાર્યક્રમ યોજાયો હતો. આંગણવાડીના નાના ભૂલકાઓ હાથમાં તિરંગો લહેરાવી દેશભક્તિના આ અનેરા ઉત્સવમાં જોડાયા હતા. આ ઉપરાંત પોરબંદરના કમલાબાગ નજીક જિલ્લા પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજા સહિત પોલીસ સ્ટાફ દ્વારા રસ્તા પર પસાર થઈ રહેલા વાહનચાલકોને તિરંગા વિતરણ કરવામાં આવ્યા હતા.

ભાવનગર જિલ્લામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 68 શાળાઓમાં “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત રાષ્ટ્રધ્વજ રંગોળી પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 2838 જેટલાં બાળકોએ ભાગ લીધો હતો.

Har Ghar Tiranga: આ ઉપરાંત ભરૂચ, અમરેલી, આણંદ, ખેડા, દેવભૂમિ દ્વારકા જેવા રાજ્યના દરેક જિલ્લાઓમાં નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ નાગરીકો પણ તિરંગા યાત્રામાં જોડાઈ રહ્યા છે. અત્યારે સમગ્ર રાજ્યમાં દેશભક્તિનો માહોલ છે. સ્વતંત્રતા દિવસ સુધી યોજાનાર આ અભિયાનમાં લાખો નાગરીકો જોડાયા છે. સમગ્ર રાજ્યમાં આગામી દિવસોમાં આ અભિયાન વધુ બળવત્તર બને, તે પ્રકારનું રાજ્ય આઆ૮ આયોજન કર્યું છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો