કામની વાતઃ મા-કાર્ડ(ma card)ને લઇ નાયબ મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત, નાગરીકોને મળશે રાહત
મા-કાર્ડ(ma card)ની મુદ્દત વધુ ત્રણ મહિના એટલે કે, તા.૩૦.૦૬.૨૦૨૧ સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે
ગાંધીનગર, 19 એપ્રિલઃ સમગ્ર દેશ અને ગુજરાતમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. તે સાથે કોરોનાની સારવાર માટે સામાન્ય લોકો પાસે પૈસા નથી. પરંતુ હવે કોરોનાની સારવારમાં આર્થિક સહાય આપવા સામે આવી ગુજરાત સરકાર. જી, હાં તાજેતરમાં જ રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ મા-કાર્ડ(ma card)ને લઇ મોટી જાહેરાત કરી છે.
નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કહ્યું કે, જે નાગરિકોના મા-કાર્ડ(ma card)ની મુદ્દત તા.૩૧.૦૩.૨૦૨૧ ના રોજ પુરી થઇ છે. તેવા નાગરિકો માટે હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મા-કાર્ડ(ma card)ની મુદ્દત વધુ ત્રણ મહિના એટલે કે, તા.૩૦.૦૬.૨૦૨૧ સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જેની સર્વેએ નોંધ લેવી.

આ પણ વાંચો….
symptoms of corona: આ લક્ષણો દેખાય તો તરત જ હોસ્પિટલ જઇને ચેકઅપ કરાવો…! વાંચો સંપૂર્ણ માહિતી
