PM Modi clicked photos in Gir

PM Modi clicked photos in Gir: ગીરમાં સિંહો અને સિંહણો! મેં ફોટોગ્રાફી કરવાનો પ્રયાસ કર્યો: પ્રધાનમંત્રી

google news png

સાસણ ગીર, 03 માર્ચ: PM Modi clicked photos in Gir: છેલ્લા ઘણા વર્ષોમાં સામૂહિક પ્રયાસોથી એશિયાઈ સિંહોની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે; એશિયાઈ સિંહોના નિવાસસ્થાનને જાળવવામાં આદિવાસી સમુદાયો અને આસપાસના વિસ્તારોની મહિલાઓની ભૂમિકા પણ એટલી જ પ્રશંસનીય છે: પ્રધાનમંત્રી

BJ ADVT

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગીરમાં સફારી પર ગયા, જે ભવ્ય એશિયાઈ સિંહના ઘર તરીકે જાણીતું છે.

X પર એક પોસ્ટમાં તેમણે લખ્યું:.

PM Modi clicked photos in Gir

“આજે સવારે, #WorldWildlifeDay પર, હું ગીરમાં સફારી પર ગયો, જે આપણે બધા જાણીએ છીએ તેમ ભવ્ય એશિયાઈ સિંહનું ઘર છે. ગીરમાં આવવાથી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપતી વખતે અમે સામૂહિક રીતે કરેલા કાર્યની ઘણી યાદો પણ તાજી થઈ જાય છે. છેલ્લા ઘણા વર્ષોમાં સામૂહિક પ્રયાસોથી તે સુનિશ્ચિત થયું છે કે એશિયાઈ સિંહોની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. એશિયાઈ સિંહોના નિવાસસ્થાનને જાળવવામાં આદિવાસી સમુદાયો અને આસપાસના વિસ્તારોની મહિલાઓની ભૂમિકા પણ એટલી જ પ્રશંસનીય છે.”

આ પણ વાંચો:- Protection of lions: ભારત સરકારે સિંહોના સંરક્ષણ માટે ₹2900 કરોડથી વધુના ખર્ચે મંજૂર કર્યો પ્રોજેક્ટ લાયન

“અહીં ગીરની કેટલીક વધુ ઝલક છે. હું તમને સૌને ભવિષ્યમાં ગીરની મુલાકાત લેવા માટે આગ્રહ કરું છું.”

“ગીરમાં સિંહો અને સિંહણો! આજે સવારે મેં ફોટોગ્રાફી કરવાનો પ્રયાસ કર્યો.”

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો