CM Bhupendra Patel sardar patel pushpanjali

Sardar Patel jayanti: ગુજરાત વિધાનસભામાં પુષ્પાંજલિ અર્પણ વિધિ યોજાઈ

  • Sardar Patel jayanti: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું નિર્માણ કરાવીને શ્રેષ્ઠ અંજલિ અર્પણ કરી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
  • દેશને સશક્ત અને મજબૂત બનાવવા માટે સરદાર સાહેબનું ઐકયભાવનું સપનું પૂર્ણ કરવું તે દરેક નગરિકનું કર્તવ્ય: વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી

ગાંધીનગર, ૩૧ ઓક્ટોબર: Sardar Patel jayanti: અખંડ ભારતના શિલ્પી અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાન સભા પરિસરમાં સરદાર સાહેબની પ્રતિમા ને અને વિધાન સભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી સહિત મહાનુભાવોએ પણ સરદાર સાહેબને પુષ્પાંજલિ આપી હતી.

લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી (Sardar Patel jayanti) પ્રસંગે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેવડિયા એકતા નગર ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી-SOU’નું નિર્માણ કરાવીને શ્રેષ્ઠ અંજલિ અર્પણ કરી છે. આપણે સરદાર સાહેબની યાદમાં તેમના જન્મદિવસ તા. ૩૧ ઓક્ટોબરને વડા પ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી ની પ્રેરણાથી ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે વર્ષ ૨૦૧૪થી ઉજવી રહ્યા છીએ તેમ પણ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો:- Indian women’s cricket team: ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ઇતિહાસ રચનારો વિજય — વર્લ્ડ કપ ફાઈનલમાં પ્રવેશ!

Run for unity: પોરબંદર ખાતે ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમનું આયોજન

વડાપ્રધાનના સંકલ્પ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી સૌને સાથે મળીને એકતાના કાર્યમંત્રને સિદ્ધ કરીને આગળ વધવા મુખ્યમંત્રીએ હાકલ કરી હતી.

Sardar Patel jayanti, Gujarat vidhansabha

ગુજરાતનાં સપૂત, લોહ પુરુષ અને અખંડ ભારતના શિલ્પી એવા સરદાર સાહેબની જન્મ જયંતી (Sardar Patel jayanti) પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી જણાવ્યું હતું કે, આજની વૈશ્વિક સમસ્યાઓની સામે સરદાર સાહેબનો સંદેશો દુનિયા માટે ઐકયભાવ આપવા માટેનો છે. આપણે દેશને સશક્ત અને મજબૂત બનાવવા માટે સરદાર સાહેબનું સપનું પૂર્ણ કરવું તે દરેક નગરિકનું કર્તવ્ય છે. અધ્યક્ષએ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે દરેક ગુજરાતીઓને શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે વિધાનસભા ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર શહેર સંગઠન પ્રમુખ આશિષ દવે અને સંગઠનના પદાધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કાઉન્સિલરઓ, વિધાનસભાના સચિવ સી. બી પંડયા સહિત અધિકારીઓ-કર્મચારીઓ તેમજ અગ્રણીઓ, નગરજનોએ સરદાર સાહેબની પ્રતિમા-તૈલચિત્રને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પી હતી.

OB banner
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો