Voter

Stars voting: બોલિવુડ સિતારા પહોંચ્યા મતદાન કરવા, અક્ષય કુમારે ભારતમાં પહેલી વાર કર્યું મતદાન- જુઓ વીડિયો

Stars voting: અભિનેતા અક્ષય કુમાર પણ તેમના નિયુક્ત મતદાન કેન્દ્ર પર મતદાન કરનાર પ્રથમ લોકોમાં સામેલ હતા

google news png

મુંબઇ, 20 મેઃ Stars voting: લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કા માટે સોમવારે સવારે છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશો (UTs)માં 49 સંસદીય મતવિસ્તારોમાં કડક સુરક્ષા અને વ્યવસ્થા વચ્ચે મતદાન શરૂ થઈ ગયુ છે . મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું હતું અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.

ભારતીય ચૂંટણી પંચ (ECI) અનુસાર, સોમવારે ઓડિશા વિધાનસભાની 35 વિધાનસભા બેઠકો માટે એક સાથે મતદાન થશે. 49 સંસદીય મતવિસ્તારોમાંથી એક એવા મુંબઈમાં આજે ચૂંટણી છે. આ કારણે બોલિવૂડ સ્ટાર્સ મતદાન કરવા પહોચ્યાં હતા.

અભિનેતા અક્ષય કુમાર પણ તેમના નિયુક્ત મતદાન કેન્દ્ર પર મતદાન કરનાર પ્રથમ લોકોમાં સામેલ હતા. મુંબઈમાં મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યા પછી, અભિનેતા અક્ષય કુમાર પોતાની આંગળી પર શાહીનું નિશાન બતાવ્યું જે બાદ અક્ષય કુમારે કહ્યું હતુ કે, ‘…હું ઈચ્છું છું કે મારું ભારત વિકસિત થાય અને મજબૂત બને. મેં આને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું છે. ભારતે તેને જે યોગ્ય લાગે તેના માટે મત આપવો જોઈએ. મને લાગે છે કે મતદાનની ટકાવારી સારી રહેશે.’

આ પણ વાંચો:- Swaminarayan Mandir Pethapur: સ્વામિનારાયણ મંદિર પેથાપુર ખાતે આગામી ૨૧ મે થી ૨૫ મે દરમિયાન દ્વિ દશાબ્દી મહોત્સવ યોજાશે

અભિનેતા ફરહાન અખ્તર અને દિગ્દર્શક બહેન ઝોયા અખ્તર પણ મતદાન કરવા બાન્દ્રાની માઉન્ટ મેરી કોન્વેન્ટ હાઈસ્કૂલ પહોંચ્યા હતા. બંને સ્ટાર્સ સાથે તેમની માતા પણ જોવા મળી હતી. તેણે મીડિયા સામે પોતાની શાહીવાળી આંગળી પણ બતાવી.

અભિનેત્રી જાહ્નવી કપૂર પણ આ ચૂંટણીમાં પોતાનો મત આપવા સેન્ટ એન સ્કૂલ પહોંચી હતી. તે ગુલાબી રંગના ડ્રેસમાં જોવા મળી હતી.

બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેઓ મતદાન કરવા માટે મતદાન મથકની બહાર પહોંચતા પણ જોવા મળ્યા હતા. તેમણે મીડિયા સાથે પણ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ દેશને આગળ વધે, પ્રગતિ કરતા અને ચમકતા અને વિશ્વના મંચ પર ઉભરતા જોવા માંગે છે.

buyer ads

અભિનેત્રી સાનિયા મલ્હોત્રા પણ મતદાન મથક પર પહોંચી અને પોતાનો મત આપ્યો. કારમાં જતા પહેલા અભિનેત્રીએ પોતાની શાહીવાળી આંગળી બતાવી હતી.

બોલિવુડ એક્ટર અને શિવસેનાના નેતા ગોવિંદાએ પણ મતદાન કર્યું હતુ આ સમયે તેણે કહ્યું, “અત્યારે કોઈ અન્ય વિષય પર કોઈ ચર્ચા નહીં થાય. ઘરની બહાર આવો અને મત આપો

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો